(એજન્સી) સિકરેડા, કેથોડા, તા.૧૯

મુઝફ્ફરનગરથી બિજનૌર રોડ પર ૩૬ કિમીના અંતરે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પોરી દિલ્હી નજીક એક ગામ છે સિકરેડા. ૪ વર્ષ અગાઉના રમખાણોની અસર અહીં પણ થઈ હતી. અહીં નદીમ નામના એક યુવાનની હત્યા કરી દેવાઈ હતી જેના બાદ જાટ બહુમતી ધરાવતા વિસ્તારમાં લગભગ રપ મુસ્લિમ પરિવારોએ અહીંથી પલાયન કરવું પડ્યું હતું. આ લોકો નજીકના મુસ્લિમ બહુમતી ધરાવતા કેથોડામાં શરણાર્થી બની ગયા. ત્યારથી અત્યાર સુધી તેઓ અહીં જીવનનિર્વાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેવી જ ઈદ આવે છે તેમના દિલમાં પીડા વધી જાય છે. આ પરિવાર મજૂર છે અને એટલું જ કમાવી શકે છે જેટલું તે ખાઈ શકે. ઘર એ જ ગામમાં છૂટી ગયો હતો અને સરકાર પાસેથી કંઇ જ મળ્યું નહીં. ૪પ વર્ષીય શરાફતે તેમના જીવનના ૪૧ વર્ષ સિકરેડા ગામમાં વિતાવ્યા હતા. ત્યાં તેમની પાસે બધું જ હતું પરંતુ હવે ગત ચાર વર્ષોથી જીવન ગુજરાન માટે સંઘર્ષ કરી રહ્યા છે.

તે કહે છે કે જ્યારે મુઝફ્ફરનગરમાં રમખાણો થયા હતા તો અમારા સિકરેડા ગામમાં પણ તંગદિલી વધી હતી. ગામમાં જાટ બહુમતી ધરાવતા હતા અને ૬૦-૭૦ લઘુમતી સમુદાયના લોકો અહીં વસતા હતા. આ લોકોમાં દહેશત ફેલાવા લાગી. મોટાભાગના લોકો આ જાટ લોકોના ખેતરમાં જ મજૂરી કરતા હતા. શરાફત કહે છે અમારા પરિવારનો જ યુવા છોકરો નદીમ ચાકુ વડે મોતને ઘાટ ઉતારી દેવાયો. ગોળીબાર થયો. રાતે જ અમારે નાસવું પડ્યું. શેરીઓમાં ટ્રેક્ટરો ઊભા કરી દેવાયા હતા. અમે બધું જ સામાન ઘરે જ છોડી દીધંુ. જંગલના માર્ગે થઈને કેથોડા આવી ગયા. અમારા માલિકીના મકાનો અમારે ત્યજી દેવા પડ્યા.

૬પ વર્ષીય જાહિદા કહે છે કે ઘર અહીંથી પ કિમી દૂર છે પણ અમે ક્યારેય પાછા ફરીને નથી ગયા. નઝાકતને સવાલ કરાયો કે શું તમને યાદ આવે છે તો તેણે કહ્યું કે ઈદ આવતા જ અમારા મનમાં કંઈક ખૂંચવા માંડે છે. રમઝાનમાં નમાઝ ત્યાં અદા કરતા હતા હવે ત્યાં તરાવીહ પણ નથી થતી. બસ એક-બે પરિવારો પાછા ફર્યા અમે નથી ગયા. હિંમત નથી સાહેબ. જે દૃશ્ય અમે જોયો છે તે ભૂલી નથી શકતા.

અમે ન ગયા કેમ કે અમને અહીં કામ મળી જાય છે ત્યાં કામની ગેરંટી નહોતી અને પછી નવી જગ્યા, નવા લોકો, બસ અમે જવા જ માંગતા ન હતા. હાજી અનવર કુરેશીની જમીન પર ઝૂંપડુ બાંધી રહેવા લાગ્યા કેમ કે તેમને વાંધો નહોતો.

શોએબ કહે છે અમે લોકો એક દિવસ સાંજે જમી રહ્યા હતા. એકાએક પોલીસ આવી, મારપીટ અને ઝૂંપડા તોડવા લાગી, બાળકો રડતા હતા કોઈને જમ્યું જ નહીં, કહેતા હતા કે સરકાર બદનામ થાય છે તમારા ગામડે પાછા જાઓ, ગામ કેવી રીતે જઈએ સાહેબ, કોઈ મોતનું કોળિયું જાતે બને કે તમે જ બોલો ? પછી તે કહે છે કે એક દિવસ મૌલવી લોકો આવી ગયા. અમને ઘર આપવાની વાત કહી, સરવે પણ કર્યો પણ કંઈ જ ન આપ્યું. તે અમને સાથે લઈ જવા માંગતા હતા. તો તમે કેમ ન ગયા ? તેના જવાબમાં કહે છે કે અમે કહ્યું અમે અહીંથી કરતા વધારે સુરક્ષિત બીજે ક્યાંય નથી. તેમણે કહ્યું મદદ જોઈએ તો સાથે ચાલો. અમે કહ્યું અમે ખુદાથી મદદ માંગી લઇશું. અહીં શેખજીએ અમને અડધા ભાવે જમીન આપી દીધી. આજે અમારી મહેનતે અમારી પાસે પોતાના ઘર છે પરંતુ અડધા લોકો બેઘર છે. જેટલું કમાવીએ છીએ તેટલું જ ખર્ચ કરી નાખીએ છીએ બચતંુ કંઈ જ નથી.

સૌથી વધુ નદીમનો પરિવાર તકલીફમાં છે. તેના કાકા કહે છે કે નદીમના મોત બાદ જે પૈસા મળ્યા તે સાસરિયાવાળાઓએ રાખી લીધા. માતા પિતાનું બધંુ જ જતું રહ્યું. હવે તે ભંડુરમાં રહે છે. અમારી પાસે આવવા માંગે છે. પરંતુ કોન્ટ્રાક્ટર કહે છે પાછા જશો તો ઘર છીનવી લેશે. કેથોડાના પ્રધાન હાજી મહેબૂબ મુજબ અહીંના લોકોને કોઈ સરકારી મદદ નથી મળી. હવે આશા છે કે તેમના ઘર બનશે. પરંતુ અડધા પાસે જમીન પણ નહોતી. એક મજૂર તેની અડધી મજૂરી પણ બચાવશે તો ૧૦ વર્ષમાં જમીનનો ટૂકડો નહીં ખરીદી શકે.

ઈદની તૈયારીઓ વિશે પૂછતા ૩ર વર્ષીય શાહિન કહે છે કે તમે જ બતાવો સાહેબ હવે કોઈ કેવી રીતે ઈદ ઉજવે. આ ચોથી છે. એકવાર પણ મનને શાંતિ નથી મળી. સર માથે છત ન હોય તો દુનિયા ખરાબ લાગે છે સાહેબ.