(એજન્સી)                     બૈરૂત, તા.૧૬

બળવાખોર હસ્તકના પૂર્વ અલેપ્પોના નિવાસીઓ સરકારી દળો અને આ બળવાખોરો વચ્ચેની લડાઈમાં સીરિયા અને રશિયા દ્વારા ભયંકર લશ્કરી અભિયાનને કારણે ભયંકર યાતનાઓનો સામનો કરી રહ્યા છે. રાહત કાર્યકરોએ કહ્યું છે કે છેલ્લા સપ્તાહમાં આ હુમલાઓમાં અનેક લોકોની હત્યા કરવામાં આવી છે, અને આ અથડામણો અને હવાઈ હુમલો હજુ પણ ચાલુ છે.

પ્રમુખ બશર અસદે શહેરના બળવાખોર હસ્તકના પૂર્વ વિસ્તારમાં પુનઃકબજા પછી એવી આશા વ્યક્ત કરી છે કે અલેપ્પોમાં આ લશ્કરી વિજય સીરિયન આર્મી માટે એક જોમ પૂરું પાડશે અને અલેપ્પોના અન્ય વિસ્તારો મુક્ત કરવા માટે તેઓમાં ઉત્સાહ આવશે.

તેમણે કહ્યું કે “આ વિસ્તારને તુર્કી આતંકવાદીઓથી મુક્ત કરાવવું જરૂરી છે અને તેઓ જ્યાંથી આવ્યા હતા ત્યાં તેઓને પાછા મોકલવા જોઈએ અને આ માટે હુમલાઓ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.  સીરિયાના આ ઉત્તરી વિસ્તાર અલેપ્પોમાં સીરિયા અને રશિયા દ્વારા કરવામાં આવી રહેલા હવાઈ હુમલાને વિશ્વના અનેક દેશો યુદ્ધ અપરાધ કહે છે અને અહીં તબીબી સુવિધાઓ અને અન્ય સહાય રોકવામાં આવે છે તેના માટે વિરોધ કરી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેનો વિરોધ થઈ રહ્યો છે. શુક્રવારે હ્યુમન રાઇટ્‌સ માટેના બ્રિટન આધારિત સીરિયન ઓબ્ઝર્વેટરીએ કહ્યું હતું કે પૂર્વીય અલેપ્પોમાં હજુ પણ હવાઈ હુમલાઓ ચાલુ છે અને શહેરના ઉત્તર અને દક્ષિણ ક્ષેત્રોમાં અથડામણો ચાલી રહી છે. અલેપ્પોમાં મીડિયા કેન્દ્રના એક કાર્યકરે જણાવ્યું હતું કે આ સામૂહિક હવાઈ હુમલામાં સંખ્યાબંધ લોકો માર્યા ગયા હતા અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા અને અનેક લોકો કાટમાળ નીચે દટાયેલા પડ્યા છે.  જબહત ફતેહ અલ-શામ (JFS)એ સીરિયામાં સૌથી શક્તિશાળી બળવાખોર દળો પૈકીનું એક છે, અને તેની અલ-કાયદા સાથે લિંક્સને કારણે તેને એક આતંકવાદી જૂથ તરીકે ગણવામાં આવે છે. રશિયનોએ સંકેત આપ્યો છે કે તેઓ બળવાખોર લડવૈયાઓને અલેપ્પોની બહાર મોકલવાના યુએનની યોજના માટે વાત કરવા માંગે છે. યુએનના પ્રતિનિધિએ  વ્યક્તિગત રીતે જો દરેક પક્ષ યુદ્ધવિરામ માટે સંમત થાય તો તેના બદલામાં આ શહેરની બહાર દરેક લડવૈયાઓને મોકલીને રક્ષણની ઓફર કરી છે. તેમણે કહ્યું હતું કે “ જબહત ફત્તેહ અલ-શામ (JFS)ના આશરે ૯૦૦ લોકો અહીં છે,  આ ૯૦૦ લોકો અથવા વધુ લોકોએ આ વિસ્તાર છોડી દેવું જોઈએ. અમે ખરેખર આ કિસ્સામાં સામેલ છીએ. માત્ર મુદ્દો એ છે કે જબહત ફત્તેહ અલ-શામ (JFS)ના દરેક લોકોએ આ શહેરમાં બાકીના લોકો શાંતિપૂર્વક રહી શકે એ માટે આ શહેર છોડી દેવું જોઈએ.જો કે જબહત ફત્તેહ અલ-શામના પ્રવક્તાએ પોતાના લડવૈયાઓની સીરિયામાં સંખ્યા વિશે કોઈ ટિપ્પણી કરી ન હતી.