ગઈકાલે આપણે મોતના ભયથી બેખબર એવા નિર્દોષ હરણ બાળ સાથે રમત કરી રહેલા ખૂંખાર દીપડાની સાઉથ આફ્રિકાની તસવીરો જોઈ. બિચારા હરણને ખબર ન હતી કે તેની સાથે મોતની રમત ખેલાઈ રહી હતી. જો કે ૈંદ્ગય્સ્ઈ લેપર્ડ રિસર્ચના વરિષ્ઠ પ્રોજેક્ટ મેનેજર વિલિયમ હોક્સના જણાવ્યા અનુસાર દીપડા કદી શાકાહારી હોતા નથી અને તેઓ પોતાના શિકાર પર ત્રાટકીને જ રહે છે. જો કે આ શિકાર પર સીધા ત્રાટકવું કે રમત કરીને ત્રાટકવું એ તેમની મુન્સફી (મનોવૃત્તિ) પર આધાર રાખે છે. આ દરમ્યાન જ એક લેખ પ્રકાશિત થયો જેનું શીર્ષક હતું “સઉદી અરેબિયા દ્વારા પ્રમુખને અસાધારણ ભેટ.” અનાયાસ શિકારી અસામાન્ય દીપડા અને નિર્દોષ હરણ વચ્ચે ચાલતી રમતની તુલના થઈ જાય એમ છે. આ તુલનાનો અર્થ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંકળાયેલો છે. તેમની નીતિઓથી પણ તેઓ લોકો સાથે ક્રૂરતાભર્યું વર્તન કરતા હોય, તેવું લાગી રહ્યું છે.
ખબર નહીં કેમ ? પણ આપણને એવી કેટલીક તસવીરો જોવા મળી જેમાં પહેલા શિકાર અને શિકારી વચ્ચે પ્રેમાળ વાર્તાલાપ થતો હોય અને ત્યારબાદ આ પ્રેમાળ વાર્તાલાપ ઈમ્પાલા જેવા નિર્દોષ પ્રાણી માટે જીવલેણ સાબિત થતો હોય. જ્યારે આપણે આવા દૃશ્યો જોઈ રહ્યા હતા, ત્યારે એવું લાગ્યુંકે જાણે સઉદી અરેબિયા પણ ક્રૂર રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે હાથ મિલાવીને, કોઈ જાળમાં ફસાઈ ના જાય કે જેનું પરિણામ દુઃખદ આવે.
જંગલના દૃશ્યોને જોયા બાદ એવું અનુભવાય છે કે જાણે શિકાર અને શિકારી વચ્ચેની તે મૈત્રી ક્ષણભંગુરની જ છે. એકવાર શિકાર પર તરાપ માર્યા બાદ તેના મૈત્રીપૂર્ણ સંબંધો એક જ ઝાટકામાં પૂરા થઈ જાય છે અને મિત્રતાનો સંબંધ પૂર્ણ થયા બાદ પ્રેમાળ લાગણીઓની નહીં, દુઃખના ખારા સમુદ્ર સમાન લાગવા લાગે છે.
ઉક્ત તસવીરમાં સઉદી અરેબિયાના અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જોવા મળી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પને થોડા સમય પહેલાં જ સઉદી અરેબિયા દ્વારા આપવામાં આવેલા સર્વોચ્ચ નાગરિક સન્માનની આ તસવીર છે પરંતુ આ તસવીર જોતા એવું દૃશ્યમાન થઈ રહ્યું છે કે, સઉદી અરેબિયાની ટ્રમ્પ સાથે મૈત્રી માટે હાથ લંબાવવાની તેની નિર્દોષતા, ક્યાંક ટ્રમ્પની ક્રૂરતાથી કચડાઈ ના જાય તો સારું.