સાઉથ આફ્રિકામાં આવેલા ક્રુગેર નેશનલ પાર્કમાં આ અસાધારણ વાર્તાલાપનું ફિલ્માંકન કરવામાં આવ્યું. જેમાં હરણનું એક બચ્ચું આરામ ફરમાવતા, આળસુની જેમ એક ચિત્તાનું નાક અને મોં સૂંઘતું જોવા મળ્યું.
આ ફિલ્માંકન ૩૧ વર્ષીય વનરક્ષક એસ્ટિઆન હૌયી દ્વારા કરવામાં આવ્યું હતું, કે જ્યારે તે બ્રિટિશ અને અમેરિકન મહેમાનોની સાથે સફારી પાર્કની મુલાકાતે ગયો હતો, તે સમયે ત્યાં તેમને ઈમ્પાલા પ્રજાતિના હરણ માટે કોઈ પણ સ્તરે, કોઈ પણ પ્રકારના ડરનું વાતાવરણ જોવા ના મળ્યું. ઈમ્પાલા એ દક્ષિણ અને પૂર્વ આફ્રિકામાં આવેલા જંગલ વિસ્તારમાં વિશાળ સમૂહમાં જોવા મળતા એક પ્રકારના હરણની પ્રજાતિ છે. હૌયી આગળ જણાવે છે કે, તેમને ત્યાં દરેક સમયે ચિત્તાઓ સાથે રમતાં હરણના બચ્ચાઓ જોવા મળ્યા કે જે ચિત્તાના ચહેરાને સ્પર્શ કરતાં કરતાં સૂઘતાં હતા. ઘણીવાર આ ઈમ્પાલા કૂદકો મારીને ચિત્તાની દૂર જવાનો પ્રયત્ન કરતું, પરંતુ આ ચિત્તો તેના પંજાથી તેને પાછું ખેંચીને પ્રેમથી તેની પાસે બેસાડી દેતો.
જો કે, સફારી લોજ માટે કામ કરતાં હૌયીએ જણાવ્યું કે, જ્યારે આ ચિત્તો જંગલની ઝાડીઓમાં ફરતો હતો ત્યારે ઈમ્પાલા પણ તેને અનુસરતું હતું પરંતુ આ પહેલા, તે બંને વચ્ચે લગભગ એક કલાક સુધી પ્રેમાળ વાર્તાલાપ ચાલતો રહ્યો.
ૈંદ્ગય્ઉઈ લેપર્ડ રિસર્ચના વરિષ્ઠ પ્રોજેક્ટ મેનેજર વિલિયમ ફોક્સે જણાવ્યા અનુસાર આ ચિત્તો પણ સામાન્ય રીતે અન્ય ચિત્તાઓ અને બિલાડીઓની જેમ પહેલાં પોતાના શિકાર સાથે રમતો હતો. આ પહેલા પણ આવું ઘણીવાર જોવા મળ્યું છે કે જેમાં એક પાલતું બિલાડી પણ ઉંદરનો શિકાર કરતાં પહેલાં તેની સાથે રમત કરતી હોય. આ ચિત્તો પણ તેનો શિકાર કરવા માટે અને પોતાની જરૂરિયાતને સંતોષવા માટે તેની સાથે પ્રેમથી રમતો હતો. “સામાન્ય રીતે એવો વિચાર આવવો એ ખૂબ જ સારી બાબત છે કે જ્યાં શિકારી અને શિકાર બંનેની વચ્ચે પ્રેમાળ વાર્તાલાપ સતત ચાલતો રહે, પરંતુ એવા શાકાહારી ચિત્તાઓનું કોઈ જ અસ્તિત્વ નથી કે જે શિકાર ના કરે, જેથી અંતે તો ઈમ્પાલા માટે આ રમતનું પરિણામ મોત જ હોવાનું. એ વિચારીને આપણને અંતે તો દુઃખ જ થવાનું. પરંતુ હકીકત એ જ છે કે શિકારી અને શિકાર વચ્ચે આવી મિત્રતા માત્ર ત્યાં સુધી જ જોવા મળે છે, જ્યાં સુધી જંગલી પ્રાણી અન્ય પ્રાણીનો શિકાર ના કરી લે.
પ્રથમ તસવીરમાં જંગલ વિસ્તારમાં જોવા મળતા ચિત્તા અને હરણના પ્રેમાળ વાર્તાલાપની સુંદર ક્ષણો કેદ થયા છે. હરણનું બચ્ચું-ચિત્તાની સાથે ઊભું રહી, પ્રેમથી તેના ચહેરાને સ્પર્શ કરતું જોવા મળી રહ્યું છે.
દ્વિતીય તસવીરમાં ઝાડની પાસે આળસુ બનીને બેઠેલો ચિત્તો જોવા મળી રહ્યો છે, જ્યારે હરણનું બચ્ચું ત્યાં ધીમે-ધીમે ચાલી રહ્યું હોય, તેવું દૃશ્યમાન થઈ રહ્યું છે.