(એજન્સી) તા.૯
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે લોકસભામાં સિટિઝનશીપ એમેન્ડમેન્ટ બિલ રજૂ કર્યું હતું. આ બિલ અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવાની જોગવાઈ છે. લકસભામાં આ બિલ રજૂ થયા પછી વિપક્ષે તેનો વિરોધ કર્યો હતો. એ. આઈ. એમ. આઈ.એમ.ના સાંસદ અસદુદ્દીન ઔવેસીએ કહ્યું હતું કે, આ બિલ મૂળભૂત અધિકારોનો ઉલ્લંઘન કરે છે. ઔવેસીએ લોકસભામાં કહ્યું હતું કે હું ફકત ચાર મુદ્દા બોલીશ અને સત્તાપક્ષના લોકો તેનો જવાબ પણ આપી નહીં શકે. પહેલી વાત એ છે કે બિનસાંપ્રદાયિકતા આ દેશના મૂળભૂત માળખાનો હિસ્સો છે, કેશવાનંદ ભારતી કેસમાં અને બંધારણની ધારા ૧૪મા તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. બીજી વાત એ ેકે અમે આ બિલનો એટલા માટે વિરોધ કરી રહ્યા છીએ કે તે મૂળભૂત અધિકારોનો ભંગ કરે છે ત્રીજી વાત એ કે આપણા દેશમાં સમાન નાગરિકતાનો વિચાર અમલમાં છે. સત્તાપક્ષ આ બિલ લાવી સર્બાનંદ સોનોવાલ સુપ્રીમ કોર્ટ કેસનો ભંગ કરી રહ્યો છે તમે બધા આ દેશને બચાવી લો.
નાગરિકતા બિલ : હું ફકત ચાર મુદ્દા ઉઠાવીશ અને ગૃહમંત્રી અમિત શાહ તેમનો પણ જવાબ નહીં આપી શકે : અસદુદ્દીન ઔવેસી

Recent Comments