અમદાવાદ, તા.૧૭
શહેરની વીએસ હોસ્પિટલ ખાતે તબીબો દ્વારા એક અસામાન્ય રોગથી પીડાતા એવા ચાર વર્ષના બાળક ઉપર સફળ સર્જરી કરી તેને ખોરાક લેતો કરવામાં સફળતા મેળવી છે. આ અંગે મેયર ગૌતમ શાહે વિગતો આપતા કહ્યું કે, આ બાળકને જે રોગ હતો એ રોગ અંગેનું ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં કરી શકાય તેમ ન હતું. દરમિયાન એકેલેજીયા કાર્ડિયા નામના અસાધારણ રોગથી પીડાતા એવા બાળક આઝાદની અન્નનળીનો નીચેનો ભાગ સંકોચાયેલો હતો. જેને લઈને મોઢાથી લઈને હોઝરી સુધી માત્ર પ્રવાહી ખોરાક જ લઈ શકતો હતો. તે ચાર વર્ષનો હોવા છતા પણ રોગને લઈને તે એક વર્ષનો હોવાનું દેખાતું હતું. વી.એસ.હોસ્પિટલ ખાતે સામાન્ય શાકભાજી વેચી ગુજરાન ચલાવતા પરિવારના આ બાળકનું સફળ ઓપરેશન કરવામાં ડા.સુધીર ચાંદના અને તેમની ટીમે સફળતા મેળવી છે. આ બાળકની તમામ સર્જરી વિના મુલ્યે કરી આપવામાં આવી છે. બાળક આઝાદે આજે ઓપરેશન બાદ ખોરાક પણ લીધો હતો. મેયર દ્વારા વીએચની ટીમને અભિનંદન આપવામાં આવ્યા હતા. અમે નોંધનીય છે કે, એકેલેઝિયા કાર્ડિયા એક એવો રોગ છે. જેમાં દર્દીના અન્નનળીનો નીચેનો ભાગ સંકડાયેલો હોય છે. જો સામાન્ય સંજોગોમાં ખોરાકનું વહન મોઢાથી હોજરી સુધી લઈ જવાનું કામ કરે છે અને ખોરાકનું પાચન હોજરીમાં થવાથી પૂરું પોષણ મળતાં તેનો વિકાસ થાય છે. પરંતુ આઝાદની અન્નનળીનો હોજરી પારોનો છેડાનો ભાગ અતિ કાર્યશીલ રહેવાથી ખોરાકને આગળ પસાર થવા દેતો ન હતો આથી આઝાદ માત્ર પ્રવાહી ખોરાક જ લઈ શકતો હતો.