(એજન્સી)
નવી દિલ્હી, તા.૧પ
સુપ્રીમ કોર્ટે જાતે બની બેઠેલ ભગવાન આસારામ બાપુની જામીન અરજી રદ કરી. ગુજરાતમાં એમની સામે જાતીય હુમલાનો કેસ નોંધાયો છે જેમાં એમણે જામીન મેળવવા અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટના જજ એન.વી. રામન્નાને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, કેસની ટ્રાયલ ચાલી રહી છે હજુ ર૧૦ સાક્ષીઓને તપાસવા બાકી છે.
કોર્ટની બેંચે જામીન અરજી રદ કરતા કહ્યું કે, નીચલી કોર્ટ ટ્રાયલને આગળ ચલાવશે અને એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરાયેલ પ્રાથમિક અવલોકનોથી પ્રભાવિત થશે નહીં. ગુજરાત હાઈકોર્ટે આસારામની જામીન અરજી રદ કરતી વખતે પ્રાથમિક અવલોકનો કર્યા હતા. સુરતની બે બહેનોએ આસારામ અને એમના પુત્ર નારાયણ સાઈ ઉપર બળાત્કારના આક્ષેપો મૂકી બે જુદી-જુદી ફરિયાદો દાખલ કરી છે.
ગુજરાતના જાતીય હુમલા કેસમાં આસારામ બાપુની જામીન અરજી સર્વોચ્ચ અદાલતે રદ કરી

Recent Comments