(એજન્સી) ફિલિપાઈન્સ,૧૩
ફિલિપાઈન્સમાં ચાલી રહેલા શિખર સંમેલનમાં પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરી ૬ મહિનાઓમાં આ બંને નેતાઓની વચ્ચે આ બીજી મુલાકાત હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકાના સંબંધ સતત મજબૂત થઈ રહ્યા છે અને તે દરરોજ નવી ઊંચાઈઓને આંબી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે બંને દેશ એશિયા અને માનવતાના હિતમાં કામ કરી રહ્યા છે. પીએમે કહ્યું કે તેમને ખુશી છે કે તેમને અમેરિકાના રાષ્ટ્રપતિને મળવાની તક મળી છે. પીએમ મોદીએ ટ્રમ્પના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ જ્યાં-જ્યાં આંતરરાષ્ટ્રીય મંચ પર ગયા છે અને જ્યારે-જ્યારે તેમને ભારત વિશે વાત કરવાની તક મળી છે. તેમણે ભારતના વખાણ કર્યા છે. પીએમ મોદી અનુસાર ટ્રમ્પ ભારતને આશાવાદી દૃષ્ટિએ જોઈ રહ્યા છે. પીએમ મોદીએ ટ્રમ્પનો ભારતના વખાણ કરવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકા સાથે મળીને દુનિયાનું ભવિષ્ય બદલી શકે છે. પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિની સાથેની બેઠકમાં એશિયાના ભવિષ્ય, યુદ્ધની નીતિઓ અને કૂટનીતિક મુદ્દાઓ પર ચર્ચા કરી. બંને દેશના નેતાઓએ દુનિયામાં શાંતિ સ્થાપવા પર ભાર મૂક્યો. પીએમ મોદીએ ટ્રમ્પને વિશ્વાસ અપાવ્યો કે ભારત અમેરિકી અપેક્ષાઓને પૂરી કરવાનો પ્રયાસ કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ૧૦ નવેમ્બરે એ.પી.ઈ.સી.ની બેઠકમાં ભારતની આર્થિક નીતિઓની ખૂબ જ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ભારતે દુનિયા માટે પોતાની અર્થવ્યવસ્થાના દરવાજાઓ ખોલીને પોતાના મધ્યમ વર્ગ માટે તકોનું એક નવું વિશ્વ તૈયાર કર્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે પીએમ મોદી ભારત જેવા વિશાળ દેશને એક સૂત્રમાં બાંધવા માટે સફળતાની સાથે કામ કરી રહ્યા છે.
ASEANમાં મોદી : ભારતને વૈશ્વિક ઉત્પાદનનું હબ બનાવવા માંગું છું

Recent Comments