(સંવાદદાતા દ્વારા) ગોધરા, તા.ર૭
ગોધરા નગરપાલિકાના ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓને યેનકેન બહાને શાસકો દ્વારા હેરાન કરવામાં આવતા હોવાની રજૂઆત જિલ્લા પોલીસ વડા સમક્ષ થઈ છે. ગત રોજ મ્યુ. કોર્પોરેટર સામે ખોટી ફરિયાદ દાખલ કરી હોવાનો આક્ષેપ કરી ન્યાયિક તપાસ કરાવી કાયદેસર કાર્યવાહી કરવા વિપક્ષી કોર્પોરેટરોએ આવેદનપત્ર સુપરત કર્યું છે.
આવેદનપત્રમાં જણાવ્યાનુસાર તા.૧પ-૬-૧૮ના રોજ ગોધરા નગરપાલિકાની પ્રમુખ/ઉપપ્રમુખની ચૂંટણી ઈદના તહેવાર પ્રસંગે યોજાતા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી. આ ચૂંટણી રદ કરાવી હતી. ત્યારબાદ નવી ચૂંટણી તા.૧૯-૬-૧૮ના રોજ રાખવામાં આવેલ તેમાં ૩૦ મ્યુ. સભ્યોએ ભાજપની બોડી બનાવી પ્રમુખ/ઉપપ્રમુખ ભાજપ પાર્ટીના ચૂંટવામાં આવ્યા હતા. જ્યારે અમોએ ભાજપ વિરૂદ્ધ મતદાન કરેલ. જેથી તેનો દ્વેષભાવ અને રાજકીય કિન્નાખોરી રાખવામાં આવી રહેલ હોવાનો આક્ષેપ આવેદનપત્રમાં કરાયો છે.
ત્યારબાદ અમોએ તમામ ૧૪ સભ્યોને કોઈના કોઈ કારણસર હેરાન-પરેશાન કરવા માટે અમારી ઉપર જુલમ અને અત્યાચારો કરવામાં આવે છે. અમારા લઘુમતી સભ્યમાંથી ૭ સભ્યો ભાજપ સાથે ભળી ગયા છે. આ માટે ખોટા આક્ષેપ, પ્રતિઆક્ષેપ કરાવે છે. અત્રેના વોર્ડ નં. ૮માંથી ચૂંટાયેલા સિદ્દીક મોહંમદ સાહેબખાં ઉર્ફે ડેની સામે રાજકીય અદાવત રાખી ગઈકાલે તદ્ન ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. ત્યારે આવનાર દિવસમાં અન્ય સભ્યો સામે તથા તેમના કુટુંબીજનો સામે આવી ખોટી ફરિયાદો દાખલ કરાવશે. તેવી ભીતિ વ્યક્ત કરી છે. આ મામલે ન્યાયિક તપાસ કરાવી કાયદેસર કાર્યવાહી કરવા માગણી કરી છે.
ગોધરા પાલિકાના વિપક્ષી કોર્પોરેટરોને ખોટા કેસોમાં ફસાવવાની આશંકા અંગે રજૂઆત

Recent Comments