જૂનાગઢ, તા.૧૯
આગામી ર૦મી એશિયન માસ્ટર એથ્લેટીક ચેમ્પિયનશીપ ર૦૧૭ રૂગાઉ, જિયાંગ્સુ, ચીન ખાતે તા.ર૪મીથી ર૭ સપ્ટેમ્બર દરમ્યાન યોજાનાર છે. જેમાં ભારતનું નેતૃત્વ કરવા ગુજરાતના ખેલાડીઓ તા.રર-૯-ર૦૧૭ના રોજ મુંબઈ એરપોર્ટ ઉપરથી રાત્રિના સુમારે ચીન જવા પ્રસ્થાન કરશે. જેમાં ત્રણ બહેનો અને આઠ ભાઈઓનો સમાવેશ થાય છે.
બહેનો : પ્રિતી ચાવડા વડોદરા, કેશીબેન પટેલ નવસારી, ભાનુમતીબેન પટેલ જૂનાગઢ શહેર.
ભાઈઓ : આલોક પ્રદીપકુમાર ગાંધીનગર, વિજયકુમાર પટેલ નવસારી, સોમજીભાઈ હઠીલા દાહોદ, અમિતકુમાર સિંગ વડોદરા, કાંતિલાલ પટેલ નવસારી, મહેન્દ્રભાઈ પટેલ વડોદરા, જીવનભાઈ પટેલ નવસારી, મોહનભાઈ ચૌહાણ ભાવનગરનો સમાવેશ થાય છે.
ભાગ લેનાર ટીમમાં જૂનાગઢ શહેરના એક માત્ર ખેલાડી ભાનુમતિબેન કે.પટેલ ૭પ + એઈજ ગ્રુપમાં ૭૭ વર્ષની ઉંમરે પ કિ.મીટર ચાલવાની પ૦૦૦ મીટર અને ૧પ૦૦ મીટર દોડવાની સ્પર્ધામાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવી ચીનમાં રમવા જવા ગુજરાતની ટીમમાં પસંદગી પામી ચીન ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમવા જનાર ખેલાડી છે.