અમદાવાદ, તા.૨૫
અમદાવાદના પોલીસ કમિશનર એ.કે. સિંઘને દિલ્હીના એનએસજીના ડીજી તરીકે બઢતી આપવામાં આવી છે, ત્યારે અમદાવાદના નવા પોલીસ કમિશનર કોણ બનશે ? તેવી ચર્ચાઓ તેજ બની હતી, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સ્પેશિયલ પોલીસ કમિશનર અજય તોમર, સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટિયા સહિત ૩થી ૪ પોલીસ અધિકારીઓના નામો ચર્ચામાં મોખરે હતા, ત્યારે આખરે સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટિયાને અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ આપવામાં આવ્યો હતો. ગુજરાત કેડરના ૧૯૮૫ના બેચના IPS એ.કે. સિંઘની દિલ્હીમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ (DG) તરીકે પ્રતિનિયુક્તિ પર જતા અમદાવાદ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ હાલ CID ક્રાઈમના વડા તરીકે ફરજ બજાવતા આશિષ ભાટિયાને સોંપવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંઘની ૩૦-૯-૨૦૨૦ સુધી એટલે કે એક વર્ષ માટે NSGના ડીજી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. કેન્દ્રમાં પણ એ કે સિંઘને બહોળો અનુભવ છે. કેન્દ્રમાં અગાઉ તેઓ સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના ડીઆઇજી પણ રહી ચૂક્યા છે.