નવી દિલ્હી, તા.૧૧
ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર આશીષ નેહરા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવા જઈ રહ્યા છે. તે આગામી મહિનાની પહેલી નવેમ્બરે સન્યાસ લેશે નેહરા ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ દિલ્હીમાં રમાનારી પ્રથમ ટ્‌વેન્ટી-ર૦ મેચ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેશે આશીષ નેહરાની ઓસી વિરૂદ્ધ હાલની ટ્‌વેન્ટી-ર૦ સિરીઝ માટે ટીમમાં પસંદગી થઈ છે. પણ બંને મેચમાં તે અંતિમ ઈલેવનનો હિસ્સો રહ્યો નથી. ઓસ્ટેલિયા બાદ ન્યુઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે અને કીવી ટીમ સાથે રમાનારી ત્રણ ટ્‌વેન્ટી-ર૦ સિરીઝની પ્રથમ મેચ તેના આંતરરાષ્ટ્રીય કારકિર્દીની અંતિમ મેચ હશે. પ્રથમ ટ્‌વેન્ટી-ર૦ મેચ દિલ્હીના ફિરોજ શાહ કોટલા મેદાનમાં રમાશે ફિરોજ શાહ કોટલા નેહરાનું ઘરેલું મેદાન પણ છે તો તે પોતાના ઘરેલું મેદાન ઉપર ક્રિકેટમાંથી સન્યાસ લેેશે.