નવી દિલ્હી, તા.૧૬
તાજેતરમાં ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર આશિષ નેહરા હવે કોમેન્ટેટરના રૂપમાં પોતાની નવી ઈનિંગની શરૂઆત કરશે નહેરાએ ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચની કોમેન્ટરીના ક્ષેત્રમાં પદાર્પણ કર્યું. આ સિરીઝના પ્રચારક સ્ટાર સ્પોર્ટસે એક ટ્વીટમાં આની જાણકારી આપી. તેણે ટ્વીટ કર્યું. સેહવાગ અને નહેરાની જોડી હવે કોમેન્ટરી બોક્સમાં દેખાશે. સેહવાગે ટ્વીટ કર્યું. નેહરાજીનું કોેમેન્ટરીમાં સ્વાગત જોરશોરથી થવું જોઈએ. લક્ષ્મણે નેહરાને નવી ઈનિંગ માટે શુભેચ્છા પાઠવી છે. લક્ષ્મણે ટ્વીટ કર્યું કે, ક્રિકેટના મેદાન પર અમારૂં મનોરંજન કર્યા બાદ નેહરાની હવે માઈક પર અમારૂં મનોરંજન કરવા માટે તૈયાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે નેહરાએ ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ દિલ્હીમાં પ્રથમ ટી-ર૦ના રૂપમાં પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.
આશિષ નેહરાએ કોમેન્ટેટરના રૂપમાં નવી ઈનિંગ શરૂઆત કરી

Recent Comments