વાપી, તા. ર૬
વલસાડ શહેરમાં અપરાધીક વૃત્તિઓ દિવસો દિવસ વધી રહી છે. જ્યાં શાળામાં અભ્યાસ કરતી નાની બાળાઓ પણ હાલ સુરક્ષિત નથી.
કસ્તુરબા હોસ્પિટલ પાસે જ્યાં જમનાબાઈ, મણીબા, આર. એમ.વી.એમની શાળાના બાળકોની વાન ઊભી રાખવામાં આવે છે જ્યાં બાળકો જલ્દી છૂટી પોતાની વાનમાં બેસી રહે છે.
છેલ્લાં થોડાં દિવસોથી આરોપી ઈસમ વાન ચાલકની નજર બચાવી વાનમાં બેસેલી બાળાઓ જોડે અશ્લીલ હરકતો કરતો હતો. ક્યાંક પોતાનો શર્ટ ઉતારે ક્યાંક પોતાનો પેન્ટ ઉતારે અને પોતાના મોબાઇલમાં રહેલ અશ્લીલ વીડિઓ પણ આ નાની વયની બાળાઓને બતાવતો હતો. જેની કમ્પલેન આ બાળાઓ દ્વારા વાન ચાલકને કરવામાં આવતાં વાન ચાલકો આ ઈસમની વોચમાં ઉભા રહ્યાં હતા. જે આજરોજ ફરી અશ્લીલ હરકતો કરતા રંગે હાથ ઝડપી લીધો હતો અને ખાસો એવો મેથીપાક આપ્યો હતો.વલસાડ સિટીઝન જર્નાલીસ્ટની વારંવારની રજૂઆતો કે દરેક શાળાની બાહર શાળા ચાલુ થવાના સમયે અને શાળા છૂટવાના સમયે જો એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને એક પુરુષ કોન્સ્ટેબલ જો મુકવામાં આવે તો રોજેરોજ થતી છેડતી, મારામારી અને ટ્રાફિકની સમસ્યાને ડામી શકાય.