(એજન્સી) નવી દિલ્હી, તા.૯
‘લોકશાહી બચાવો’ રેલીમાં ભાજપના નેતાઓ દ્વારા શરમજનક હરકતનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ભાજપના સાંસદે ટોળા એકત્રિત કરવા કેવળ બાર બાળાઓને જ બોલાવી નહીં પરંતુ એમની પાસે અશ્લીલ નૃત્યો પણ કરાવ્યા. અહેવાલ મુજબ ભાજપ સાંસદ રાજકુમાર સૈનીએ બલ્લભગઢ તિગાંમમાં એક ‘લોકશાહી બચાવો’ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં ભીડને આકર્ષવા તેમણે બાર બાળાઓને બોલાવી. તેઓ આટલેથી ન અટકતા બાર બાળાઓ પાસે મંચ ઉપર અશ્લીલ ઠુમકાઓ પણ લગાવ્યા. એકત્રિત ભીડને રોકી રાખવા માટે પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન બાર ડાન્સર પાસે મહિલાઓની સામે અશ્લીલ ગીતો પર નૃત્ય કરાવવામાં આવ્યું હતું. ભાજપ સાંસદ દ્વારા લોકશાહી બચાવો કાર્યક્રમ દરમિયાન આ પ્રકારની રેલીની ચોમેર ટીકાઓ થઈ રહી છે.