(એજન્સી) જયપુર, તા.૪
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરતા કહ્યું કે, પીએમ મોદીના જૂઠ્ઠાણા સત્યથી ઘણા વેગળા છે. તેમણે મોદીના જૂઠ્ઠાણા પકડવા કીડીને કપડાં પહેરાવવા અને હાથીને અન્યના ખોળામાં બેસાડવા જેટલું મુશ્કેલ કાર્ય ગણાવ્યું હતું. ગેહલોતના નિવેદનોએ રાજકીય વિશ્લેષકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. સામાન્ય રીતે ગેહલોત રાજકીય પ્રતિસ્પર્ધીઓ પર ઓછામાં ઓછા દેશના તમામ વડાપ્રધાન પર વ્યક્તિગત હુમલા કરવા માટે જાણીતા નથી. ગેહલોતની તીવ્ર નિવેદનને ઉત્સાહ અને હાસ્યની છોળો વચ્ચે વધાવી લેવામાં આવ્યું હતું. જો કે, દરેક જણ તેમના ક્રોધનું કારણ માટે સંમત થયા હતા. એક બિન-બીજેપી શાસિત રાજ્યમાં પીએમ મોદીએ મુખ્યમંત્રીની હાંસી ઉડાવતા કહ્યું કે, વડાપ્રધાન તેમની પાર્ટી બેઠક તો આપતા નથી, પરંતુ તેમના પુત્રો માટે વોટની ભીખ માંગે છે. ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં યોજાયેલ રેલીમાં ધીમી પરંતુ મક્કમ ગતિએ વાપસી કરી છે. ગેહલોતે આશ્ચર્ય પ્રશ્નાર્થ કર્યો કે, શું મુખ્યમંત્રીઓ પર હુમલા કરવા માટે વડાપ્રધાનની પસંદગી કરવામાં આવે છે ? શું મુખ્યમંત્રીઓ પણ ચૂંટાયેલા નેતાઓ નથી ? પાર્ટીએ રાજ્ય સરકારનું નેતૃત્ત્વ કરવા માટે તેમને ચૂંટ્યા નથી ? જયપુર પાસે ચોમૂમા ગેહલોતે આક્રમક વલણ અપાનાવતા વડાપ્રધાનને પ્રશ્ન કર્યો કે, મુખ્યમંત્રીઓ વિશે આવી હલકી કક્ષાના નિવેદનો આપવા અને રાજકીય વિવાદોમાં પરિવારોને ધસડી લાવવાનો વડાપ્રધાનને કોણે અધિકાર આપ્યો ? ગેહલોતે પુત્ર માટે વોટની ભીખ માંગવાના વડાપ્રધાનના નિવેદનની નિંદા કરી હતી.
PM મોદીના જૂઠ્ઠાણા પકડવા કીડીને કપડાં પહેરાવવા સમાન કપરાં છે : ગેહલોત

Recent Comments