(એજન્સી) તા.રર
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે આરએસએસ પર હુમલો કરતા તેને એડિશનલ બંધારણીય અધિકારવાળી સંસ્થા ગણાવી છે.
કેન્દ્રની એનડીએ સરકારમાં આરએસએસની મજબૂત પકડ બતાવતા તેમણે જણાવ્યું કે દેશમાં જ્યાં પણ ભાજપ છે સરકાર છે, ત્યાં ભાજપની નહીં પરંતુ આરએસએસની સરકાર છે.
જોધપુરમાં પત્રકારો સાથે વાત કરતા ગહલોતે એક-એક કરી આરએસએસ પર હુમલા કર્યા. ગહલોતે જણાવ્યું કે આરએસએસે જો રાજકારણ જ કરવું છે તો તેણે જાહેરમાં રાજકારણમાં સામે આવવું જોઈએ. ભાજપ અને આરએસએસના એક સાથે મળીને કામ કરવાના પ્રશ્ન પર તેમણે જણાવ્યું કે આરએસએસએ લેખિતમાં જણાવ્યું હતું કે આરએસએસ એક સાંસ્કૃતિક સંગઠન છે.