(એજન્સી) બિકાનેર,તા.૮
મુખ્યપ્રધાન અશોક ગેહલોતે બાકાનેરના સીતારામ ભવનમાં કોંગ્રેસી કાર્યકર્તાઓના સંવાદ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તે દરમિયાન કાર્યકર્તાઓને સંબોધિત કરતા ગેહલોતે મોદી પર એવા પ્રહારો કર્યા કે ત્યાં સભામાં હાજર કોંગ્રેસીઓએ મોટા અવાજો કર્યા.
બીકાનેર પ્રવાસ પર આવેલા મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે, વડા પ્રધાન સિવાય જો મોદી બૉલીવુડમાં હોત તો સારુ નામ કમાઈ શકત અને પોતાની સાથે દેશનું નામ પણ રોશન કરી શકત. મોદી લટકા ઝટકા સારા મારી લે છે.
ગેહલોતે મોદી પર પ્રહારો કરતા કહ્યું કે, તે હીરો-હીરોઈનની સાથે ખલનાયકની ભૂમિકા પણ સારી રીતે નિભાવી શકે છે, કારણ કે હકિકતમાં તે કઈ કરતા નથી અને ફિલ્મોમાં દેખાતું પણ હકીકતમાં હોતું નથી.
ગેહલોતે મોદી પર કટાક્ષ બાદ સભામાં હાજર કોંગ્રેસીઓએ તાળીઓ પાડી અને હસી મજાક પણ ઉડાવી. તે દરમિયાન ગેહલોતે પીએમ મોદીને આડે હાથ લેતા કહ્યું કે, મોદી તેના જુઠાણા અને ગપસપ માટે જાણીતા બન્યા છે. સોશિયલ મીડિયા પર જે રીતે જુઠ ફેલાવી રહ્યા છે. તેમને જનતા સમજી ચુકી છે. ગેહલોતે કહ્યું કે, આ સંચાર ક્રાંતિ રાજીવ ગાંધીની દેન છે અને રાજીવ ગાંધીએ દેશના વિકાસ માટે ઘણું કર્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ ગુજરાત મૉડેલની વાત કરે છે, પરંતુ તે પૂરી રીતે જુઠુ છે.