(એજન્સી) તા.ર૦
કોંગ્રેસના મહાસચિવ અશોક ગેહલોતે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેની ગૌરવ યાત્રાની ટીકા કરતાં તેને રોકી દેવાની માગણી કરી હતી કે ગેહલોતે આક્ષેપ કર્યો હતો કે આ એક ચૂંટણી પ્રચાર માટેની રેલી છે. જેના માટે રાજ્યની તિજોરીમાંથી ભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે. તેમણે દાવો કર્યો હતો કે રાજસ્થાન હાઈકોર્ટે યાત્રાના ખર્ચે સંદર્ભમાં સોગંદનામાની માગણી કરી છે જે દર્શાવે છે કે, જાહેર ભંડોળનો દુરૂપયોગ કરી યાત્રા કરવામાં આવી રહી છે. ગેહલોતે કહ્યું હતું કે સરકારી વિભાગોને યાત્રાનું આયોજન કરવા માટેના આદેશો આપવામાં આવ્યા હતા અને બધા જ જાણે છે કે, જનતાના પૈસાનો દુરૂપયોગ થાય છે. તેમણે કહ્યું હતું કે રાજેએ માફી માંગવી જોઈએ અને નવો આદેશ બહાર પાડી આ સ્પષ્ટ કરવું જોઈએ કે જાહેર ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યું નથી.