નવીદિલ્હી,તા. ૨૬

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ નિર્દેશક રવિ શાસ્ત્રીએ કહ્યું છે કે, અશ્વિન ૫૦૦ વિકેટ અને ૪૦૦૦ના આંકડા સુધી પહોંચી શકે છે. અશ્વિને સૌથી ઝડપથી ૨૦૦ ટેસ્ટ વિકેટની સિદ્ધિ મેળવવા બદલ અશ્વિનને અભિનંદન આપ્યા હતા. શાસ્ત્રી ટીમ સાથે ૧૮ મહિના રહી ચુક્યો છે. રવિ શાસ્ત્રીનું કહેવું છે કે, અશ્વિનને તે એક ક્રિકેટર તરીકે ઉભરતા જોઇએ ચુક્યો છે. અશ્વિને ૩૭ ટેસ્ટ મેચોમાં આ સિદ્ધિ હાસલ કરી લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપથી ૨૦૦ વિકેટ લેવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના લેગસ્પીનર ક્લેરી ગ્રીમીટના નામ ઉપર છે. ગ્રીમીટે ૩૬ ટેસ્ટ મેચોમાં આ સિદ્ધિ મેળવી હતી. જે લોકો અશ્વિનને નજીકથી જાણે છે તેમને અશ્વિનની સફળતાને લઇને કોઇ હેરાનગતિ થઇ હતી. અંગ્રેજી અખબારમાં પોતાના લેખમાં રવિ શાસ્ત્રીએ કહ્યું છે કે, દક્ષિણ આફ્રિકા સામે ગઇ શ્રેણીમાં અશ્વિને ડિવિલિયર્સને પણ મુશ્કેલીમાં મુકવામાં ભૂમિકા ભજવી હતી. રવિ શાસ્ત્રીનું એમ પણ કહેવું છે કે, ન્યુઝીલેન્ડના કેપ્ટન વિલિયમસનને રવિચંદ્રન અશ્વિને જોરદારરીતે આઉટ કર્યો હતો. અશ્વિન સંયમની અને આત્મવિશ્વાસી બોલર તરીકે છે. અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦ વિકેટ અને ૪૦૦૦ રનની સિદ્ધિ સુધી સરળતાથી પહોંચી શકે છે.