નવી દિલ્હી,તા.૩૦
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાનાર મેચની તારીખ બદલાઈ શકે છે. ૧૯ સપ્ટેમ્બરના રોજ આ મેચ રમાવાની હતી, પરંતુ હવે તેની તારીખમાં ફેરફાર થઈ શકે છે. તેનું કારણ એ છે કે બીસીસીઆઈએ આ પ્રસ્તાવિત તારીખથી નારાજ છે.
બીસીસાઈએ એશિયા કપના કાર્યક્રમમાં ભારત અને પાકિસ્તાનની મેચની તારીખ સામે વિરોધ નોંધાવ્યો છે. હાલ જાહેર થયેલા કાર્યક્રમ પ્રમાણે ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૯ સપ્ટેમ્બરે મેચ રમવાની છે, જ્યારે ભારતીય ટીમને ૧૮ સપ્ટેમ્બરે પણ એક મેચ રમવાની છે.
મતલબ કે ભારતને સતત બે દિવસમાં બે મેચ રમવાની આવે. આ સ્થિતિમાં ખેલાડીઓની પ્રેક્ટિસ અને તેમના શેડ્યૂલ પર અસર પડતી હોઈ મ્ઝ્રઝ્રૈંએ આ કાર્યક્રમ સામે વિરોધ નોંધાવ્યો છે. મ્ઝ્રઝ્રૈંના એક અધિકારીનું કહેવું છે કે, એશિયા કપનો કાર્યક્રમ સમજ્યા-વિચાર્યા વિના બનાવાયો છે.
ભારતની પહેલા મેચ રમનારી પાકિસ્તાનની ટીમને બે દિવસનો આરામ મળશે, જ્યારે ભારતીય ટીમે સતત બે દિવસ મેચો રમવાની થશે, જે યોગ્ય નથી. આથી કાર્યક્રમમાં ફેરફાર થવો જોઈએ. હાલમાં ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે.