ઓસી. કપ્તાન સ્ટીવ સ્મિથે પોતાની ટીમના હાલના પ્રદર્શનને ખૂબ જ સાધારણ ગણાવતા કહ્યું કે તે ઈંગ્લેન્ડની વિરૂધ્ધ રમાનારી એશીઝ સિરીઝ પહેલા અમુક મેચ જીતવા માંગે છે. ભલે પછી તે કોઈપણ ફોર્મેટમાં હોય ભારત વિરૂધ્ધ હાલની સિરીઝમાં ઓસ્ટ્રેલિયા હજુ સુધી અપેક્ષિત પ્રદર્શન કરી શક્યું નથી અને પ્રથમ ત્રણ મેચ હારવાના કારણે સિરીઝ ગુમાવી ચૂક્યું છે. સ્મિથે   અંતિમ ૧ર ઓવરમાં સારી બેટિંગ નહીં કરવાને જ પરાજયનું કારણ ગણાવ્યું.