ગુવાહાટી, તા.ર૮
ર૦૦૮ના વર્ષમાં થયેલ આસામ સીરિયલ બોમ્બ વિસ્ફોટ મામલામાં સીબીઆઈની સ્પે. કોર્ટે ગુવાહાટીમાં નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડના સ્થાપક રંજન દૈમારી અને અન્ય ૧૪ વ્યક્તિઓને દોષી ઠરાવાયા હતા.
સીરીયલ બોમ્બ બ્લાસ્ટો ૩૦મી ઓક્ટોબર ર૦૦૮ના વર્ષમાં બપોરે થયા હતા. ગુવાહાટી અને એની આજુબાજુના વિસ્તારોમાં એક પછી એક આ રીતે ૧૮ બ્લાસ્ટો થયા હતા. આ ઘટનામાં ૮૮ વ્યક્તિઓ મૃત્યુ પામી હતી અને ૪૭૦ વ્ય્કતિઓ ઘાયલ હતા. સરકારી વકીલ ટી.ડી. ગોસ્વામીએ કહ્યું કે રાજ્યે કોર્ટ પાસેથી ફાંસીની સજાની માગણી કરી હતી. સીબીઆઈની સ્પે. કોર્ટે સજા અંગેનો નિર્ણય ૩૦મી જાન્યુઆરીએ કરશે.