(એજન્સી) ગુવાહાટી, તા.૯
આસામમાં અનિશ્ચિયતતા, ચિંતા અને ભયના વાતાવરણના લીધે માનવીય કટોકટી ઊભી થઈ છે. ફકત ૧૩ દિવસમાં ૬ વ્યક્તિઓએ આત્મહત્યા કરી છે. ફકત એ ભયના લીધે કે એમનું નામ એનઆરસીમાં નથી. આ ૬ વ્યક્તિઓએ ર૬મી જૂન ર૦૧૯ના દિવસે જ્યારે એનઆરસીમાંથી નામ કમી કરાયેલ વ્યક્તિઓની યાદી બહાર પાડવામાં આવી હતી. એ પછી આત્મહત્યા કરી હતી. આ યાદીમાં ૧ લાખ એવા લોકો હતા જેમના નામો એનઆરસીમાંથી દૂર કરાયા હતા. આત્મહત્યાની પ્રથમ ઘટના દારાંગ જિલ્લાના રાવમારી ચપારી વિસ્તારમાં આવેલ ડલગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. નૂરનેહર નામની એક યુવતીનું નામ ૩૦મી જુલાઈ ર૦૧૮માં જાહેર કરાયેલ એનઆરસી યાદીમાં ન હતો. એ પછી ર૬મી મે ર૦૧૯માં જ્યારે ૬મી કરાયેલ નામનો યાદી બહાર પાડી ત્યારે એમનું નામ એમાં ન હતું. જો કે, એમને ખબર ન હતી કે આ યાદીમાં એવા નામો છે જે નામ કમી કરાયા છે. ગેરસમજના લીધે એમને થયું કે એમનું નામ એનઆરસીમાં નથી જેથી હતાશ થઈ એમણે આત્મહત્યા કરી હતી. બીજી ઘટના બોંગાઈગાંવ જિલ્લાના ડુમેરીગુરી ગામમાં બની હતી જ્યાં જોયનાલ અબેદિન નામના કામદારે એનઆરસીમાં નામ નહીં હોવાથી આત્મહત્યા કરી. ત્રીજી ઘટના બારપેટા જિલ્લાના બાન્તીપુર ગામમાં બની હતી જ્યાં ૩૯ વર્ષીય કામદાર રહીમ અલીએ આત્મહત્યા કરી. એ જ રીતે નાલબારી જિલ્લામાં કુલસુમ બેગમે આત્મહત્યા કરી હતી અને ૮મી જુલાઈએ આત્મહત્યાની બે ઘટનાઓ બની હતી. એક ઘટના બકસા અને ધેમાજી જિલ્લામાં બની હતી. પ૯ વર્ષીય અંબર અલી અને અમર મજમુદારે આત્મહત્યા કરી હતી. સતત થતી આત્મહત્યાઓની ઘટનાઓથી આસામના રાજકીય અને બિનરાજકીય સંગઠનોએ ચિંતા સાથે રોષ પ્રક્ટ કર્યો છે. ભારતીય નાગરિક અધિકાર સુરક્ષા મંચ, ઓલ આસામ વિદ્યાર્થી સંગઠન, ઓલ બીટીસી માઈનોરિટી સ્ટુડન્ટ યુનિયન અને અન્યોએ આક્ષેપો કર્યા છે કે સામાન્ય લોકો ખોટી રીતે ત્રાસ અનુભવી રહ્યા છે. જો કે, બધા જ કાયદાકીય દસ્તાવેજો મેળવી શકાય છે. પણ સામાન્ય લોકોને ભારતની ન્યાયિક અને બંધારણીય સિસ્ટમમાં વિશ્વાસ નથી. જો સરકારની આ પ્રકારના ભેદભાવ ધરાવતી નીતિ ચાલુ રહેશે. ફોરેનર્સ ટ્રિબ્યુનલો અને એનઆરસી સત્તાવાળાઓની બેદરકારી ચાલુ રહેશે તો ભારતમાં લોકશાહી એક મશ્કરી બની જશે.