(એજન્સી) તા.૨
સુપ્રીમકોર્ટના પૂર્વ જજ જસ્ટિસ માર્કંડેય કાત્જુએ એવી ચેતવણી આપી છે કે આસામમાં ૪૦ લાખ લોકોને નાગરિકતામાંથી બાકાત રાખવાના અને તેમને ગેરકાયદે વિદેશી જાહેર કરવાના પરિણામો ખતરનાક આવી શકે છે. જસ્ટિસ ક્ત્જુએ જણાવ્યું હતું કે આ કવાયતને કારણે રક્તપાત સર્જાઇ શકે છે. સોશિયલ મીડિયા પર બ્લોગ પોસ્ટમાં જસ્ટિસ કાત્જુએ લખ્યું હતું કે આસામમાં નાગરિકો માટે રાષ્ટ્રીય રજીસ્ટર તૈયાર કરવા પાછળનો અસલી મકસદ મુસ્લિમોને તેમના મતાધિકારાથી વંચિત રાખવાનો હતો કે જેના કારણે ભાજપને ફાયદો થશે. તેમણે લખ્યું છે કે આસામ વિદેશીની સમસ્યાએ હવે જ્યાવળામુખીનું સ્વરુપ ધારણ કર્યુ છે જે ગમે ત્યારે ફાટી શકે છે. તેમાં તાજેતરની દ્ગઇઝ્ર કવાયતે બળતામાં ઘી ઉમેરવાનું કામ કર્યુ છે. અલબત કોઇને બળજબરીપૂર્વક હાંકી કઢાશે નહીં. આવો પ્લાન પણ ન હતો. પ્લાન માત્ર એટલો હતો કે મુસ્લિમ ઇમિગ્રન્ટ્‌સને મતદાન કરવા દેવા જોઇએ નહીં કારણ કે મુસ્લિમો હંમેશા ભાજપ વિરુદ્ધ મતદાન કરતા હોય છે. આથી મુસ્લિમો ભલે રહે પરંતુ તેઓ નાગરિકત્વ વિહોણા રહે કે જેથી તેમને મતાધિકાર પ્રાપ્ત થાય નહીં. જસ્ટિસ કાત્જુનું માનવું છે કે આસામમાંથી ગેરકાયદે વસાહતીઓને બહાર હાંકી કાઢવા એ કોઇ ઉકેલ કે વિકલ્પ નથી. સરકારના પક્ષે ઉકેલના અભાવને કારણે ઘણા રક્તપાત સર્જાશે. તેમણે જણાવ્યું હતું કે વિદેશીઓને આસામમાંથી બહાર કાઢી મૂકવા જોઇએ એવું કહે છે એ લોકોએ પહેલા એ વિચારવું જોઇએ કે તેઓ ક્યાં જશે ? બાંગ્લાદેશ તેમને સ્વીકારશે નહીં. બીજું તેઓ દાયકાઓથી આસામમાં વસે છે અને કેટલાકના જન્મ પણ આસામમાં થયા હશે. બીજું જ્યારે તેઓ આવ્યા ત્યારે ઘણા પાસે બતાવવા માટે કોઇ દસ્તાવેજો પણ નહીં હોય.