(એજન્સી) તા.૨૪
આસામમાં માનવતાવાદ સંકટ ઊભું થઇ રહ્યું છે. ૧૯૫૧ બાદ આસામમાં વસતા કાનૂની ભારતીય નાગરિકોના રેકર્ડ એવા ધ નેશનલ રજીસ્ટર ફોર સિટીઝન્સ (એનઆરસી) અપડેટ કરવામાં આવી રહ્યું છે. એની પાછળનો દેખીતો હેતુ ગેરકાદે બાંગ્લાદેશી હિજરતીઓને અલગ તારવવાનો છે.
પરંતુ આંકડા કંઈક અલગ ચિત્ર રજૂ કરે છે જે કેટલાકને બાકાત રાખવાના કાવતરાની ચાડી ખાય છે. આ અટકાવવા માટે આ પિટિશન પર સહી કરવી જોઇએ. સિટીઝન ફોર જસ્ટીસ એન્ડ પીસ (સીજેપી)ના અંદાજ અનુસાર આસામના ૬૮.૨૭ લાખ પરિવારોમાંથી ૩.૨૯ કરોડ લોકોએ પોતાનું ભારતીય નાગરિકત્વ પુરવાર કરવા એનઆરસીમાં ૬.૫ કરોડ કરતા વધુ દસ્તાવેજો સુપરત કર્યા છે પરંતુ એનઆરસીએ તાજેતરમાં માત્ર ૧.૯ કરોડ કાનૂની નાગરિકોની યાદી પ્રસિદ્ધ કરી છે. આથી ૧.૩૯ કરોડ આસામીઓ મુખ્યત્વે મુસ્લિમો સામે તેમનું કાનૂની નાગરિકત્વ રદ થવાનો ખતરો ઊભો થયો છે. સીજેપીનું માનવું છે કે આ પ્રક્રિયાના ભેદભાવયુક્ત છે. આથી અમારી સાથે જોડાવ અને અન્યાય સામે અવાજ બુલંદ કરો. અમારી માગણી નીચે મુજબ છે.
• અમારી માગણી છે કે ભ્રષ્ટાચારી સ્થાનિક અધિકારીઓને સમગ્ર પરિવારનું ભાવિ એકપક્ષીય રીતે નક્કી કરવાની સત્તાઓ તેમની પાસે નથી.
• અમારી માગણી છે કે સંકુચિત રાજકીય સ્વાર્થ માટે આસામના ભાગલાને અટકાવવા જોઇએ.
• કટઓફ ડેઇટ પાછળ રાજકારણ ખેલવામાં આવી રહ્યું છે.
• રજીસ્ટર માટે કટઓફ તારીખ ૨૪ માર્ચ ૧૯૭૧ નિર્ધારીત કરવામાં આવી છે. આ તારીખ મહત્વની એ દ્રષ્ટિએ છે કે બાંગ્લાદેશ સાથે ૨૫ માર્ચ ૧૯૭૧ના રોજ યુદ્ધ શરુ થયું હતું અને ત્યારબાદ અનેક શરણાર્થીઓ ભારતમાં ઠલવાયા હતા.
• ૨૪ માર્ચ ૧૯૭૧ની તારીખ ૧૯૮૫ની આસામ સમજૂતી દ્વારા નિર્ધારીત કરવામાં આવી હતી પરંતુ આ સમજૂતીનો અમલ કરવા કોઇ કાર્યવાહી હાથ ધરાઇ નથી. હવે ૩૩ વર્ષ બાદ આસામની સરકારે આ મુદ્દાને ફરી ચગાવ્યો છે અને સરકારના વરિષ્ઠ સભ્યો દેશનિકાલ જેવા શબ્દનો પ્રયોગ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી દરમિયાન પક્ષે રાજ્યની ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ ભડકાઉ ભાષણો કર્યા હતા.
• મહત્વનો પ્રશ્ન એ છે કે ૧૯૭૧ બાદ આવેલા લોકોને ત્યાં જન્મેલ સમગ્ર પેઢીનું શું ? આ લોકો આસામમાં જ મોટા થયા હતા. આમ કરોડ નહીં તો લાખો લોકોને સામાજિક અજંપા અને તંગદિલી વગર બળજબરીપૂર્વક કઇ રીતે દેશનિકાલ કરી શકાશે ?