(એજન્સી) ગુવાહાટી,તા.૯
આસામના ગુવાહાટીમાં કથિત રૂપે ૩૦ વર્ષની આસપાસની વય ધરાવતા ર શખ્સો પર કથિતરૂપે બાળ અપહરણકારો હોવાનો આરોપ મૂકી તેમની સાથે મારઝુડ કરી તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા, જો કે, આ ઘટના અંગે હજુ સુધી કોઈ પણ વ્યકિતની ધરપકડ કરવામાં આવી નથી.
આસામના એક જિલ્લાની નજીક આવેલા પશ્ચિમ કરબીના ડોકમોકામાં બાળ અપહરણકારોની ખોટી અફવા સોશિયલ મીડિયા પર ફેલાઈ હતી. જેથી સ્થાનિકોએ ડોક મોકા તરફ મુસાફરી કરી રહેલા અભિજીતનાથ અને નિલોતપાલ દાસ પર બાળ અપહરણકારો હોવાની શંકા કરી તેમના પર હુમલો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારની સાંજે પંજરી કચરી ગામમાં આ બે શખ્સો પર સ્થાનિકોને શંકા ગઈ હતી કે જેઓ દેનગાંવથી ૧૦ કિ.મી. દૂર આવેલા મનોહર ધોધને જોવા જઈ રહ્યા હતા. લગભગ સાંજના ૮ વાગ્યાના સુમારે સ્થાનિકોએ તેમની ગાડી પર હુમલો કરી તેમને ગાડીમાંથી બહાર કાઢયા, જયારે તેઓએ ત્યાંથી ભાગી જવાનો પ્રયત્ન કર્યો તો તેમને બાંધીને ઢોરમાર મારવામાં આવ્યો. જેને પગલે ઘટના સ્થળે જ બંનેનું મોત નીપજયું હતું. મુખ્યમંત્રી સરબાનાનંદ સોનોવાલે આ ઘટનાની નિંદા કરીને આ દિશામાં આસામ પોલીસને તપાસના આદેશ આપવા છે.