વારાણસી, તા.૩૧
વારાણસીના ઘાટો પર મૃત વ્યક્તિના અંતિમસંસ્કાર માટે હવે આધારકાર્ડ ફરજિયાત બનાવાયું છે. મલ્લિકર્ણીકા, હરિશચંદ્ર ઘાટ ખાતે આધાર કાર્ડ વગર અંતિમક્રિયા નહીં થાય. આ ઉપરાંત યાત્રાળુઓનું વહન કરતી નૌકાઓ માટે પણ આધાર જરૂરી બનાવાયું છે. મૃત્યુ સમયે પણ આધારમાંથી મુક્તિ નહીં મળે. વડાપ્રધાન મોદીના મતવિસ્તાર વારાણસીમાં અંતિમ સંસ્કાર માટે આધાર ફરજિયાત કર્યું છે. એક દૈનિકના અહેવાલ મુજબ એન.ડી.આર. એક સાથે મળી આધારને અંતિમવિધિ માટે ફરજિયાત બનાવાયું છે. જેમની પાસે આધારકાર્ડ નહીં હોય તેમને વારાણસીના ઘાટો પર નૌકા ચલાવવાની છૂટ નહીં મળે. ગંગા ઘાટે સુધાંશુ મહેતાની ગુજરાતની મોટર બોટ કંપની સેવા આપી રહી છે. સુધાંશુ મહેતા જેસલર હાઈડ્રોકાર્બન ઈન્ડિયા પ્રા.લિ.ના સ્થાપક મેનેજર છે. સુધાંશુ મહેતા ફાઉન્ડેશન દ્વારા ર૦૧પમાં ગંગાઘાટે મોટર બોટ સેવા શરૂ કરાઈ હતી. જેનો નાણાંમંત્રી અરૂણ જેટલી અને હિન્દુ કથાકાર મોરારીબાપુના હસ્તે શુભારંભ કરાયો હતો. કેટલીક શંકાસ્પદ અંતિમવિધિઓ અંગે ફરિયાદો બાદ સુધાંશુ મહેતા ફાઉન્ડેશન દ્વારા આધારકાર્ડનો વિચાર રજૂ કરાયો હતો. તેમ વારાણસી સ્થિત સામાજિ કાર્યકરે આરોપ મૂક્યો હતો. સુધાંશુ મહેતા નવસારીના સાંસદ સીઆર પાટીના નજીકના મિત્ર છે. સીઆર પાટીલ વારાણસીમાં મોદી દ્વારા દત્તક લીધેલ ગામોની દેખરેખ રાખે છે. મહેતા અગાઉ વાયબ્રન્ટ ગુજરાત સમિટ સાથે જોડાયેલ હતા. તેમણે નૌકાઓ પૂરી પાડવાનો એકરાર કર્યો પરંતુ અંતિમવિધિ માટે આધાર કાર્ડ ફરજિયાતની વાત અંગે કોઈપણ જાણકારીનો ઈન્કાર કર્યો. જ્યારે સુધાંશુ મહેતાના સાથી મનીષ પાંડેનો સંપર્ક કરાયો ત્યારે તેમણે આ મુદ્દે પછી વાત કરીશ તેવું કહ્યું હતું.