(સંવાદદાતા દ્વારા) ઈડર,તા.ર૧
ઈડર પાંચ હાટડિયા વિસ્તારમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં ડેન્ટીસ્ટ તરીકે ફરજ બજાવતા ડો.ભાવિન બી.રામટા ગુરૂવારે વહેલી સવારે પોતાના રૂમમાં ગળેફાંસો ખાધેલ હાલતમાં તેમની માતા જોતા બુમાબુમ કરી હતી. જેથી ઘરમાં રહેલ મૃતકની બહેન હિનલબેન તથા આડોશ પાડોશ વાળાએ આવી જઈ લાશને નીચે ઉતારી હતી. જ્યારે એકના એક ભાઈને મૃત અવસ્થામાં જોતા બહેને પણ આ ફાની દુનિયા છોડવા બાથરૂમમાંથી ફીનાઈલ પીતાં પાડોશીઓએ નજીકના ઘરે લઈ જઈ તેણીની તબીબી સારવાર કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતા. જેમાં લોક મુખેની ચર્ચામાં ડો.ભાવીન ભાઈના આત્મહત્યાનું કારણ ઘરકંકાસ ચર્ચાયું હતું. જ્યારે ડો.ભાવીનના ઉદેપુર રાજસ્થાન ૩ વર્ષ અગાઉ લગ્ન થયાં હતા. તેમને ૭ મહિનાની પુત્રી હતી. આજ રોજ તેમની પત્નીને લેવા જવાનું હોઈ બુધવારે દાઢી તેમજ બાલને કલર પણ કરાવ્યો હતો. ડો.ભાવીનના પિતાનું ર૦ વર્ષ અગાઉ મોત થયું હતું. શિક્ષિકા માતા તથા બહેન સાથે રહેતા હતા.
જેના કારણે ગૃહ કલેશે ડો.ભાવીનએ આત્મહત્યા કર્યાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.