(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૫
ઓખામંડળના આરંભડાની સીમમાં આવેલી જયઅંબે સોસાયટી નજીકના રેલવે ફાટક પરથી ઓખાથી મીઠાપુર તરફ જઈ રહેલા ટ્રેનના એન્જિન હેઠળ અચાનક તે સ્થળે દોડી આવેલા યુવાન તથા તરૃણીએ ઝંપલાવી લેતા બન્ને વ્યક્તિઓના શરીરના ટૂકડા થઈ ગયા હતા. આ બનાવ વેળાએ ત્યાં હાજર લોકો દોડયા હતા. જ્યારે એન્જિનના ડ્રાઈવર રમેશ બચુભાઈ કોળીએ એન્જિન થંભાવ્યું હતું ત્યાર પછી બનાવના સ્થળે દોડેલા લોકોએ પહોંચીને જોતા બ્લુ અને કાળા રંગના ચોકઠાવાળો શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલા યુવાનના માથામાં ગંભીર ઈજા અને જાંબલી રંગનો ડ્રેસ પહેરેલી તરૃણી પણ ગંભીર ઈજા સાથે મૃત્યુ પામેલી જોવા મળી હતી. બનાવથી પોલીસને વાકેફ કરાતા જમાદાર જી.એ. ગોજિયા દોડી આવ્યા હતા. તેઓએ બનાવ સ્થળે હાજર લોકોની પૂછપરછ કરતા મૃતક યુવાનનું નામ સંજય બાબુભાઈ વાઘેલા (ઉ.વ.ર૧) હોવાનું અને કોળી જ્ઞાતિનો આ યુવાન આરંભડાના કૃષ્ણનગરમાં રહેતો હોવાનું ખૂલ્ય્‌ું હતું. જ્યારે તેની સાથે આત્મહત્યા વ્હોરનાર યુવતીનું નામ સપના સંજયભાઈ ડુંગરે (ઉ.વ.૧૭) હોવાનું અને તેણી મૂળ મહારાષ્ટ્રની વતની હોવાનું જાણવા મળ્યું હતું.