અમદાવાદ,તા.ર૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ડીજી કોન્ફરન્સના અભાવે ભારે સરદાર સરોવર બંધના ૬ અને ૧૯ ગામના અસરગ્રસ્તોના વિવિધ પ્રશ્નો મુદે નારાજગી દર્શાવી આજે અજાણી વ્યક્તિએ મોદીનું ફાંસો ખાતું પૂતળું લટકાવી વિરોધ દર્શાવ્યો હતો.
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતેના ટેન્ટ સીટી-૨ ખાતે ૨૦, ૨૧ અને ૨૨ ડિસેમ્બર એમ ત્રિ-દિવસીય ઓલ ઇન્ડિયા કોન્ફરન્સ ચાલી રહી છે.
૨૦મી ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે આ ડિજી કોન્ફરન્સનું ઉદ્દઘાટન કર્યું હતું. ત્યારબાદઆજે ૨૧મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડીજીપી કોન્ફરન્સમાં હાજરી આપવા આવ્યા હતા, ત્યારે નર્મદા જિલ્લાના કેવડીયામાં મોદીનું વિરોધ સાથે સ્વાગત કરવાની એક ઘટના સામે આવી હતી. જેમાં સ્નાઆગમન પેહલા કેવડિયાના ગોરા ગામના પુલ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફાંસો ખાતું પૂતળું કોઈકે લટકાવી વિરોધ કરતા ખળભળાટ મચી ગયો હતો.
આ પૂતળા ઉપર લખ્યું હતું કે, “હું નરેન્દ્ર મોદી મારાથી ૬ અને ૧૯ ગામોના પ્રશ્નો ઉકેલાતા હું આત્મહત્યા કરું છું” આ પૂતળું લટકાવવાની ઘટના બહાર આવતા જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ હતી. ૬ અને ૧૯ ગામના મુદ્દો એ છે કે સરકાર સરોવર બંધ બનતા આ ગામ લોકોની જમીન સરકારે સંપાદિત કરી હતી. આ દરમ્યાન સરકારે તે અસરગ્રસ્તોએ જમીન બદલામાં એટલી જ જમીન, કાયમી નોકરી, પુખ્ત વયના જેમને ગણવાના છે એમની કટ ઓફ ડેટ સુધારવામાં આવે સહિતની અનેક માંગણી કરી છે. આદિવાસીઓના અનેક પ્રશ્નોનું નિરાકરણ નહીં આવવાનું કારણ આગળ ધરી કોઈક નારાજ વ્યક્તિ વડાપ્રધાન મોદીનું ફાંસો ખાતું પૂતળું ગોરા પુલ ઉપર લટકાવી ગયો હશે.