અમરેલી, તા. ૮
જાફરાબાદમાં રહેતી એક શિક્ષિકા એ ૮વર્ષ પેહલા આંતરજ્ઞાતિય પ્રેમ લગ્ન કર્યા બાદ પતિ દ્વારા અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપતું જેથી કંટાળી ગઈ હતી પ્રેમ લગ્ન કરી પોતાના માતા-પિતાનું ઘર પણ છોડેલ હોઈ તેથી તે જાય તો ક્યાં જાય જેથી યુવતીએ મરવાનો પ્લાન ઘડેલ અને આત્મહત્યા કરતા પહેલા અમરેલી આવી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરતા ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈનના કાઉન્સીલર રોબીનાબેન બ્લોચ તથા એલઆરડી દયાબેન જસાણી અને પાયલોટ દિવ્યેશભાઈ દ્વારા આ યુવતી પાસે તાત્કાલિક પહોંચી ગયા હતા અને આ યુવતી ખૂબ જ રડતી હતી જેથી તેમને રોબીનાબેન બ્લોચ દ્વારા સાંત્વના આપી સમજાવતા શાંત થયેલ અને આ યુવતીએ રોબીનાબેન બ્લોચને સમગ્ર હકીકત વર્ણવી હતી તેણે કહેલ કે મેં ૮ વર્ષ પહેલા આંતરજ્ઞાતિય પ્રેમ લગ્ન કરેલ બાદમાં એક પુત્રનો જન્મ થયેલ અને થોડા સમય સારો ઘરસંસાર ચાલ્યો હતો બાદમાં તેનો પતિ દારૂની લતે ચડી જતા ખૂબ જ શારિરીક માનસિક ત્રાસ દેવા લાગેલ અને મહિલા પોલીસમાં અરજી આપતા સમજાવી મામલો થાળે પાડ્યો હતો પરંતુ થોડા સમય પછી હતી તેવી પરિસ્થિતિ ફરી સર્જાયેત આ શિક્ષિકાએ આંતરજ્ઞાતિય પ્રેમ લગ્ન કરેલ હોવાથી તેના માતાપિતાએ પણ જાકારો આપેલ હોઈ જેથી પોતાના જીવનથી કંટાળી આપઘાત કરવાનો વિચાર કરેલ અને આપઘાત કરતા પહેલા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને ફોન કરેલ જેથી કાઉંસીલર રોબીનાબેન બ્લોચ સમગ્ર હકીકત જણાવી દેતા તેમણે યુવતીના માતા-પિતાને સમજાવી પોતાની દીકરીને અપનાવી લેવા જણાવેલ જેથી યુવિતના માતા-પિતા પોતાની દીકરીને રાખવા રાજી થયેલ આમ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનના રોબીનાબેન બ્લોચે આ યુવતીને જીવન જીવવાની આશા જગાડી આત્મહત્યા તરફ ના વિચાર તરફ લઇ ગયેલ યુવતીને નવી રાહ મળી હતી રોબીનાબેન બ્લોચની આ કામગીરીથી પ્રોજેક્ટ કોર્ડીનેટર તુષારભાઈએ શાબ્દિક શુભેચ્છા આપી હતી.