ડીસા, તા. ૯
ડીસા તાલુકાના ભીલડી રેલ્વે સ્ટેશન નજીક રેલવે ફાટકની બાજુમાં દિયોદર તરફથી આવી રહેલ માલગાડી આગળ એક બહેનના બે પગ કપાયા જયારે બીજી બહેનને ઇજાઓ થતા આ ઘટનાની જાણ થતા આજ-ુબાજુમાંથી લોકોના ટોળાં ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા અને આ અંગે ભીલડી રેલ્વે પોલીસ અને ૧૦૮ એબયુલનસને જાણ કરતાં પોલીસ તેમજ વાન ઘટના સ્થળે પહોંચી બંને બહેનોને સારવાર અર્થે ભીલડી રેફરલ બાદ ડીસા સીવીલ અને ત્યારબાદ પાલનપુર ખાતે રિફર કરવામાં આવી હતી ?
મળતી માહિતી મુજબ જુની ભીલડી ગામ ના રેલ્વે રીટાયીડ ઉગાજી ના દિકરા સોવનજી લગ્ન કાંકરેજ તાલુકાના સાપરા ગોઇડા ગામે થયેલ બીજી બહેન કાંકરેજ તાલુકાના વડા ગામે સાસરે જતી હતી પહેલા શૈલાબેન સોવનજી ઉ.વ.૨૦ રહે જુની ભીલડી બીજો નંબર આશાબેન હુકાજી ઠાકોર ઉ.વ. ૧૮ રહે વડા પોતા ના પિયર ગયેલ ત્યાથી બપોરના તેમના પિતા જૂની ભીલડી મૂકામે આવીને મૂકી ગયા હતા. બંને બહેનો જુની ભીલડી મુકામેથી નિકળી બજારમાં બંગડી લેવાના બહાને આવી ત્યાથી કોઇ અગમ્ય કારણોસર રેલવે સ્ટેશન પહોંચી ગયેલ અને દિયોદર તરફથી આવી રહેલ માલગાડી આગળ બંને બહેનો પડતું મૂકતા નાની બહેન આશાના બે પગ કપાઇ ગયા છે જ્યારે મોટી બહેન શૈલાબેન ને પણ ઇજા થતા પ્રથમ ભીલડી રેફરલ ત્યારબાદ ડીસા સીવીલ તેથી પાલનપુર ખાતે રિફર કરી હોવાનુ જાણવા મળેલ છે જો કે, હાલમાં બંને બહેની જીવીત હોવાના સમાચાર મળી રહ્યા છે કયા કારણોસર આ પગલુ ભયુ તેનુ જાણવા હજુ મળેલ નથી.