વડોદરા, તા. ૧૧
વડોદરામાં ને તબીબનો કામલીલાના વીડિયો વાઈરલ થયા હતા તે મામલામાં હવે ડોક્ટર પ્રતિક જોષીની પત્નીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ડોક્ટરે પ્રતિક જોષીની પત્નીના આપઘાત પ્રયાસના કથિત વીડિયો પણ સામે આવ્યા છે. હાલમાં ડોક્ટરની કાળા કરતૂતો સામે આવ્યા બાદ તેની પત્ની પોતાની માતા સાથે રહેતી હતી જ્યાં તેણે ફ્લેટ પરથી પડતું મુક્યું હોવાનું સામે આવી રહ્યું છે.
વડોદરા પાસે આવેલા અનગઢ ગામમાં પ્રેક્ટિસ કરતા આ ડોક્ટરના મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા માણતા વીડિયો વાયરલ થતાં તે ફરાર થઈ ગયો છે. આ ડોક્ટરના વીડિયો એકાદ માસ પહેલા વાયરલ થયા હતા. આને કારણે ગામમાં ખળભળાટ મચી જતાં ડોક્ટરે દવાખાનું બંધ કરી દેવું પડ્યું હતું.
આ ઘટનાની પ્રાપ્ત વિગત પ્રમાણે આ ડોક્ટર બી.એચ.એમ.એસ. છે અને અનગઢ ગામમાં જનરલ પ્રેક્ટિસ કરે છે. આ ડોક્ટર સારવાર માટે આવતી મહિલા દર્દીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવતો હતો અને બાદમાં તેઓ સાથે પોતાના ક્લિનિકમાં જ સેક્સલીલા માણતો હતો.