(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૬
આણંદ જિલ્લાનાં ખંભોળજની સેન્ટ્રલ બેંકનાં ઉચાપતના ગુનામાં સસ્પેન્ડ કરાયેલાં દલિત કેસીયરના પરીવારએ ખંભોળજ પોલીસ અને સેન્ટ્રલ બેંકને પત્ર લખીને તેઓને ખોટી રીતે સસ્પેન્ડ કરાયા હોય તેમનો પરિવાર આત્મ વીલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
મળતી વીગતો અનુસાર ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના મહોડેલ ગામે રહેતાં હસમુખભાઈ ચાવડા અગાઉ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયાની ખંભોળજ શાખામા કેસીયર તરીકે ફરજ બજાવતાં હતાં ત્યારે તા.રપ-૬-ર૦૧પ ના રોજ ખંભોળજ શાખાના બેંકના સ્ટાફ દ્વાર હસમુખભાઈ પર પ૪ હજાર રૂા.ની ઉચાપતનો ખોટો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમજ તેઓની પાસેથી જબરજસ્તીથી ઉચાપત કરી હોવાનું લખાવી લીધું હતું. આ અંગે હસમુખભાઈ ચાવડાએ ખંભોળજ પોલીસ મથક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયાના ખંભોળજ શાખાના બ્રાન્ચ મેનેજરને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓએ કોઈ ઉચાપત કરી નથી પરંતુ તેઓને પ્લાન બનાવીને તેઓના ખાતામાં પ૪ હજાર રૂા.ની રકમ ઉધારીને સ્ટાફવાળાએ પૈસા પડાવી લઈને તેઓને સસ્પેન્ડ કર્યાં છે. તેમજ તેમનો સસ્પેન્ડ લેટર પણ બોગસ બનાવેલો છે. તેમજ તેમાં ખોટી વીગતો જણાવી છે અને આરોપ પુરવાર નહીં થતાં હોવા છતાં તેમની વિરૂદ્ધ ખોટા આરોપો પુરવાર કરેલા છે. જેને લઈને હાલમાં તેમનો પરિવાર ભુખે મરી રહ્યો છે. અને તેમના બાળકોને અભ્યાસ કરી શકાતો નથી. તેઓ ઓછુ ભણેલા અને ગરીબ અને દલીત હોવા છતાં ઉચ્ચજ્ઞાતિના સ્ટાફ મેમ્બરે તેઓની જ્ઞાતિને હલકી ઘણીને ખોટો આરોપ લાગાવ્યો છે. જેથી તેમનો પરીવાર આપઘાત કરવા તૈયાર થયો છે અને પરિવાર આપઘાત કરશે તો તેની જવાબદારી ખંભોળજની સેન્ટ્રલ બેંક શાખાના તત્કાલીન મેનેજર તેમજ ઈન્કવાયરી કરનાર બાકરોલ શાખાના સીનીયર મેનેજર હરેશ હરીયાણી અને રોગન મકવાણા જવાબદાર રહેશે. આ પત્રને લઈને ખળભળાટ મચી ગયો છે.
ફોટો કેપ્સનઃ- ખંભોળજની સેન્ટ્રલ બેંકમાંથી ઉચાપતનાં આરોપસર સસ્પેન્ડ થયેલા કેશીયરનાં પરિવારની આત્મ વિલોપનની ચિમકી જેમાં કેશીયર અને તેની પત્ની દ્રષ્યમાન થાય છે.