(સંવાદદાતા દ્વારા) કોડીનાર,તા.ર૬
કોડીનાર તાલુકાના ગોહીલની ખાલ ગામે ખેતીવાડી વિજ કનેક્શનનું જોડાણ ચાલુ કરવામાં નહી આવે તો ખેડૂતે આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારતા ચકચાર મચી છે.
આ ઘટનાની વિગત મુજબ મનુભાઈ ભીખાભાઈ ગોહિલે મુખ્ય મંત્રી ઓનલાઈન ફરિયાદ નિવારણમાં કરેલી ફરિયાદ મુજબ ગોહિલની ખાણ ગામે લમની ખેતીની જમીનમાં વિજ કનેક્શનનો નંબર આવી ગયો હોય વીજ જોડાણના કોટેશન ન રકમ ભરપાઈ કરી દીધી સાથે ચેડા કરી ખોટા આધાર પુરાવા ઉભા કરી માલીકીનો કુવો ગ્રામ પંચાયતના નામે ચડાવી દીધું હોય જેના લીધે મનુભાઈ ગોહિલને વિજ જોડાણ મળતું ન હોય આ અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોય જો આ અંગે તાત્કાલીક સરકારી રેકોર્ડમાં ચેડા કરનાર ગોહીલની ખાણ ગામનાં સરપંચ તલાટી અને સર્કલ ઓફિસર સામે કડક કાર્યવાહી કરી ગુનો નોંધી જો મનુભાઈનુ વિજ જોડાણ તા.ર/૬/૧૮ સુધીમાં ચાલુ કરવામાં નહીં આવે તો ના છુટકે તા.૩/૬/૧૮ના સાંજના ૪ કલાકે તેમની વાડીમાં આવેલ કુવા કાઠી મનુભાઈ ગોહીલ શરીરે કેરોસીન છાટી જવતા સળગી જઈ આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી છે.