(એજન્સી) પટણા, તા.૬
કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી પ્રથમ વાર બિહારની મુલાકાતે આવી રહ્યો હોવાથી રાહુલ ગાંધીને દબાણ કરવા માટે જો તેઓ રાજીનામું પાછું નહીં ખેંચે તો આત્મવિલોપન કરવાની ધમકી આપતા પોસ્ટર્સ પટણામાં લગાવવામાં આવ્યા છે. બિહારમાં કોંગ્રેસના કાર્યકરોએ જો રાહુલ ગાંધી પક્ષના પ્રમુખપદેથી આપેલું રાજીનામું પાછું નહીં ખેંચે તો આત્મહત્યા કરવાની પણ ધમકી આપી છે. પટણામાં લગાડવામાં આવેલા પોસ્ટરોમાં આપવામાં આવેલી ધમકીમાં જણાવવામાં આવ્યું છે કે જો રાહુલ ગાંધી રાજીનામું પાછું નહીં લે તો પટણામાં ૧૧મી જુલાઇએ કોંગ્રેસના ૧૨ કાર્યકરો આત્મવિલોપન કરશે. બિહારના નાયબ મુખ્યપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદી દ્વારા રાહુલ ગાંધી સામે કરવામાં આવેલા બદનક્ષીના કેસના સંદર્ભમાં પટણાની કોર્ટમાં ઉપસ્થિત રહેવા માટે રાહુલ ગાંધી શનિવારે પટણા આવ્યા હતા.