(સંવાદદાતા દ્વારા) મોરબી, તા. ર
મોરબીના ગુંગણ ગામે માથાભારે તત્ત્વોએ દલીત પરીવારના સભ્યોને હેરાન પરેશાન કરી ભડાકા કરવાની ધમકી આપતા કંટાળી ગયેલા પાંચ વ્યક્તિઓએ મોરબી જિલ્લા કલેકટર અને એસપીને લેખીત અરજી આપી રજુઆત કરી આત્મવિલોપનની ચીમકી આપી હતી ત્યારે આજે ગુંગણ ગામના જગજીવનભાઈ લખમણભાઈ જાદવ મણીબેન લખમણભાઈ જાદવ નાનજી ખેંગારભાઈ પરમાર મહેશ ધનજીભાઈ જાદવ અને મુકેશ ધનજી જાદવ સહીત પાંચ વ્યક્તિઓએ સાંથણીની જમીનમાં અમુક ઈસમોના કબ્જા મામલે અસરગ્રસ્ત પરિવારોના ૫ સભ્યો દ્વારા જિલ્લા કલેકટરની કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે પાંચેય વ્યક્તિઓ આત્મવિલોપન કરે તે પૂર્વે જ અરજદારોની અટકાયત કરવામાં આવી હતી ગુંગણ ગામે સાંથણીની જમીનમાં અમુક શખ્સો દ્વારા દબાણ કરવામાં આવ્યુ હોય અસરગ્રસ્ત પરિવાર દ્વારા આ અંગે અનેક રજુઆત કરી હોવા છતા તંત્ર દ્વારા કોઈ ધ્યાન ન અપાતા પરિણામ શુન્ય રહ્યું હતું. આ મુદે નાયબ કલેકટર કેતન જોષીએ મામલતદારને તાકીદ કરી અઠવાડીયામાં સાંથણીની જમીન પર થયેલ દબાણનો મુદે ઘટતુ કરવા જણાવ્યુ હતું.