ભૂજ, તા. ર૦
ભૂજ ખાતે કચ્છ કલેક્ટર ચેમ્બર બહાર વેલજી નારણ ઝાલા નામના આધેડે આત્મવિલોપનનો પ્રયાસ કરતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. છેલ્લા ૩ મહિનાથી જમીન મુદ્દે કચ્છ કલેક્ટર કચેરી બહાર આમરણ ઉપવાસ ઉપર બેઠેલા આ આધેડ શખ્સે આજ રોજ કંટાળી જઈ કચ્છ કલેક્ટર ચેમ્બર બહાર જ ડી.ડી.ટી. નામની દવા ખાઈ લીધી હતી. એક સેવાભાવીએ આ શખ્સને ભૂજની સરકારી દવાખાને ખસેડ્યો હતો.
પોતાને સરકારી રાહે જમીન ફાળવણી મુદ્દે આ શખ્સે તા. ર૬-ર-૧૮ના ઉપવાસ માંડ્યા હતા. ત્યારે તેમને ચાર દિવસમાં ન્યાય આપવાની તંત્રે ખાત્રી આપતા ઉપવાસ સમેટી લીધા હતા. બાદમાં કંઈ જ ન થતાં આ શખ્સ ૩ માસથી ઉપવાસ ઉપર હતા. હાલમાં આ શખ્સની હાલત સુધારા ઉપર છે અને સરકારની વિવિધ એજન્સીઓ દ્વારા તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
ત્રણ માસથી આમરણ ઉપવાસ પર બેસેલ આધેડનો આત્મવિલોપનનો પ્રયાસ

Recent Comments