માળિયામિંયાણા, તા.૯
માળીયામિંયાણાના કુંભારીયા ગામની આજુબાજુ ખડકી દેવાયેલા વિન્ડફાર્મ એકમો વન્ય પ્રાણી અને પક્ષીઓ માટે ખતરારૂપ હોવાથી કુંભારીયા ગામના રણછોડભાઈ ઠાકોરે અનેક વખત લેખીત રજુઆત કરી ઘોંઘાટ કરતી પવનચક્કીઓ બંધ કરાવવાના અનેક પ્રયાસો કર્યા છતા તંત્રનુ પેટનુ પાણી ન હલતા અંતે જાગૃત નાગરીકે ગાંધીનગર મુખ્યમંત્રીની ઓફીસ સામે આત્મવિલોપન કરવાની ચીમકી આપતા ખળભળાટ મચી ગયો છે પ્રાપ્ત વિગત મુજબ માળીયાના કુંભારીયા ગામે પવનચક્કી મામલે લડત ચલાવતા અરજદારે પવનચક્કી બંધ કરવા માટે તંત્રને એક માસનું અલ્ટીમેટમ આપ્યુ છે અને જો એક માસમાં ચક્કર ફરતી પવનચક્કીઓ બંધ નહી થાય તો ગાંધીનગર ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી સ્થાનિક તંત્રની ઉંઘ ઉડાડી દીધી છે કારણ કે મોરબી જિલ્લાનો કોઈ વ્યક્તિ સ્થાનીક કચેરીના બદલે મુખ્યમંત્રી ઓફીસે આત્મવિલોપન કરવાની ચીમકી આપતા ટુંક સમયમાં તંત્ર દોડતુ થાય તો નવાઈ નહી જેમા કુંભારિયા ગામના રહેવાસી રણછોડભાઈ લખમણભાઈ ઠાકોરે મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યુ છે કે ૧૫ મહીના પહેલા કરેલ લેખીત રજુઆતનો કોઈ ઉકેલ ન આવ્યો હોવાથી કુંભારીયા આજુબાજુમાં ગેરકાયદેસર રીતે ખડકી દેવાયેલી પવનચક્કીઓનો ઘોંઘાટ ચોવીસ કલાક આવે છે જેથી પવનચક્કીને કારણે અકસ્માત થાય કે અન્ય તકલીફ થતી હોય તો કલેકટરને બંધ કરવાની સત્તા છે તેમજ પવનચક્કી બંધ કરાવવા આંદોલન કરતા અરજદારને પોલીસની ધમકી પણ મળતી હોય જે માટે કોર્ટ કાર્યવાહી કરવા જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે પવનચક્કીઓના ઘોંઘાટથી ગ્રામજનો તેમજ ગામ નજીક ઘુડખર અભ્યારણ્યમાં વસતા ઘુડખરોને પણ ઘોંઘાટથી પોતાની નૈસર્ગિક જીવનમાં ખલેલ પહોચાડે છે જેથી તા.૦૩-૦૮-૧૮ સુધીમાં ધમધમતી પવનચક્કી બંધ નહી થાય તો તા.૦૩-૦૯-૧૮ ના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ઓફીસે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે