(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧
પાટકના એક યુવાને ગાંધીનગર સચિવાલય ખાતે પ્રવેશદ્વાર પાસે આત્મવિલોપનની કોશિશ કરી હતી. મળતી માહિતી પ્રમાણે જયંતી હીરાભાઈ ઠાકોરને સરકાર દ્વારા ૧૯૭૬માં જમીન ફાળવવામાં આવી હતી જેની ઉપર તેમણે મકાન બનાવ્યુું છે પણ તેમની પાસે કોઈ પુરાવા નથી. ત્યારે બીજી તરફ કેટલાક માથાભારે લોકો આ જમીન મુદ્દે ર૦ લાખ જેવી રકમ માંગી રહ્યા છે. તેઓએ આ બાબતે કલેકટર સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી પણ તેમની આ સમસ્યાનો કોઈ નિકાલ ના થતાં ન્યાય માટે આત્મવિલોપનની કોશિશ કરી હતી જેના કારણે પોલીસે તેમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.