કોડીનાર, તા. પ
કોડીનાર તાલુકાના ગોહિલની ખાણ ગામ કૂવાના પ્રશ્ને ખેડૂતે આત્મવિલોપનનો પ્રયાસ કરતા તંત્ર દોડતું થયું હતું. આ અંગેની વિગત મુજબ ગોહિલની ખાણ ગામે રહેતા મનુભાઈ ભીખાભાઈ ગોહિલના ખેતરમાં કૂવો આવેલો છે. જેનો તે વર્ષોથી ઉપયોગ કરે છે. પરંતુ આ કૂવો ગ્રામ પંચાયતમાં બોલે છે. જેથી મનુભાઈ દ્વારા આ અંગે અવારનવાર અજૂઆત કરાઈ હોવા છતાં તંત્ર દ્વારા આ પ્રશ્નનો હલ ન કરાતા આત્મવિલોપન કરવાની ચિમકી આપી હતી. ત્યારબાદ આજે મનુભાઈએ તેમની વાડીમાં આવેલ કૂવા પાસે સળગતા કાકડા સાથે આત્મવિલોપનનો પ્રયાસ કરતાં પોલીસે તેમને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી બાદમાં મુક્ત કરવામાં આવ્યા હતા.