(એજન્સી) નવી દિલ્હી, તા.૧
સમગ્ર દેશમાં સંપન્ન થયેલ પેટાચૂંટણીઓના પરિણામ આવી ગયા છે. જેમાં વર્ષ ર૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ પહેલાં જ ભાજપ ચારે ખાના પર ચિત્ત થઈ ગઈ છે. રાજનૈતિક દિગ્ગજો આ વિજયના અલગ-અલગ તારણો કાઢી રહ્યા છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા અતુલકુમાર અનજાને આ જીતને વર્ષ ર૦૧૯ જનમત સંગ્રહ ઠેરવ્યો છે. તેમણે કહ્યું કે, દેશની જનતાએ ર૦૧૯ પહેલાં બતાવી દીધું છે કે સામાન્ય ચૂંટણીમાં ભાજપનો સફાયો થઈ જશે. અનજાને કહ્યું કે, ભાજપ અને તેના સહયોગી દળો પરાજયનો પેટ્રોલિયમ પદાર્થોની વધી રહેલી કિંમતો પર દોષ ઢોળે છે. એમણે કહ્યું કે જનતાએ પોતાનો મત આપી દીધો છે કે વર્ષ ર૦૧૯માં દેશમાંથી ભાજપનો સફાયો થશે. અનજાન મુજબ, ઉત્તરપ્રદેશમાં થયેલ પેટાચૂંટણીના પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું છે કે કૈરાનાની પ્રયોગશાળામાં ભાજપ પરાસ્ત થઈ ચૂક્યું છે. અતુલ અનજાને એમ પણ કહ્યું કે, આ પરિણામોથી પીએમ મોદીનો સૂર્ય અસ્ત થઈ ચૂક્યો છે એમ સાબિત થઈ ગયું છે.
કૈરાનાનો વિજય વર્ષ ર૦૧૯નો જનમત સંગ્રહ છે : ભાજપના સૂપડાં સાફ થશે : અતુલ અનજાન

Recent Comments