અમદાવાદ,તા.૧૫
નરોડા સામુહિક આત્મહત્યા કેસ પાછળનું કારણ શોધવા માટે હાલ પોલીસ પાસે સુસાઇડ નોટ સિવાય ખાસ કંઈ નથી. જેમાં કથિત કાળી શક્તિએ તેમને આત્મહત્યા કરવા માટે પ્રેર્યા હોવાનું માનવામાં આવે છે. હાલ પોલીસે આર્થિક સ્થિતિને લઇ કુણાલના બેંક ખાતાઓને તપાસ ઉપરાંત તેના બેંક સ્ટેટમેન્ટ્‌સ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જો કે કૃણાલ ત્રિવેદીનો એક ઓડિયો સામે આવ્યો છે. જે પોલીસ તપાસમાં પણ મદદરૂપ થઈ શકે છે. આ ઓડિયોમાં કૃણાલે ૫ સપ્ટેમ્બરના રોજ ફાઇનાન્સ મેનેજમેન્ટના માલિક તેમજ તેના પૂર્વ પડોશી અવધેશ કુશવાહને ફોન કર્યો હતો. જેમાં કૃણાલે તેમને જણાવ્યું હતું કે પિતરાઇ બહેનને ૬ લાખની અનસિક્યોર્ડ લોન જોઇએ છે. કેમ કે પિતરાઇ બહેનને ૬ -૭ દિવસમાં એક કામ માટે ૬ લાખના વ્હાઈટ મની તાત્કાલીક બતાવવાના હતા. આ ઓડિયો અવધશે કુશવાહે જ પોલીસને સંભળાવ્યો હતો.