અમદાવાદ, તા.૨૫
રાજયના વિવિધ શહેરો અને વિસ્તારોની સાથે અમદાવાદ શહેરમાં પણ આ માસની શરૂઆતથી વકરેલા સ્વાઈન ફલૂના રોગને લઈ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યુ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં સ્વાઈનફલૂના નવા ૭૩ કેસ નોંધાવા પામ્યા છે ત્રણ દર્દીઓના મોત થવા પામતા આ માસની શરૂઆતથી ૨૫ ઓગસ્ટ સુધીમા અમદાવાદ શહેરમાં સ્વાઈનફલૂના કુલ મળીને ૧૫૦૩ કેસ નોંધાવા પામ્યા છે જ્યારે કુલ મૃત્યુઆંક ૭૬ ઉપર પહોંચી ગયો છે.આમ અમદાવાદ શહેરમાં સ્વાઈનફલૂને લઈ સ્થિતિ વધુ ચિંતાજનક બનતી જઈ રહી છે. આ અંગે મળતી માહિતી અનુસાર, આ માસની શરૂઆતથી જ રાજ્યના અન્ય વિસ્તારોની સાથે અમદાવાદ શહેરને પણ સ્વાઈનફલૂને પોતાની ચપેટમાં લીધુ હોય એમ રોજબરોજ અમદાવાદ શહેરમાં સ્વાઈનફલૂના વધુને વધુ નવા કેસો સામે આવતા જાય છે સાથે જ આ રોગને લઈને મૃત્યુ પામનારની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.અમદાવાદ શહેરમાં ૨૫ ઓગસ્ટના રોજ ૭૩ કેસ નોંધાવા પામ્યા છે.જ્યારે ત્રણ લોકોના મોત થવા પામ્યા છે. આ સાથે જ અમદાવાદ શહેરમાં આ માસની શરૂઆતથી લઈને ૨૫ ઓગસ્ટ સુધીમા એટલે કે ૨૫ દિવસમાં સ્વાઈનફલૂના કુલ મળીને ૧૫૦૩ જેટલા કેસ નોંધાવા પામ્યા છે. જ્યારે કુલ મળીને ૭૬ લોકોએ આ રોગને કારણે પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં હાલ વિવિધ હોસ્પિટલોમાં મળીને કુલ ૨૧૩ જેટલા દર્દીઓ સ્વાઈનફલૂની સારવાર લઈ રહ્યા છે.આ પૈકી ૧૫ દર્દીઓ વેન્ટિલેટર પર,૧૭ દર્દીઓ બાય-પેપ પર,અને ૮૪ દર્દીઓ ઓકિસજન ઉપર છે. શહેરની હોસ્પિટલોમાં સિવિલમાં ૧૫૮ વોર્ડ,સોલા સિવિલમાં ૭૦ વોર્ડ ઉપરાંત વી.એસ.હોસ્પિટલમાં ૮૮ બેડ, એલ.જી.હોસ્પિટલમાં ૨૮ બેડ, શારદાબેન હોસ્પિટલમાં ૪૮ બેડ મળી કુલ ૩૯૨ બેડ આઈસોલેશન વોર્ડમાં તૈયાર છે.