નવીદિલ્હી, તા. ૧૨
જેની ઉત્સુકતાપૂર્વક કારોબારીઓ અને સામાન્ય વર્ગના લોકો રાહ જોઈ રહ્યા હતા તે કન્ઝયુમર પ્રાઇઝ ઇન્ડેક્સ (સીબીઆઈ) આધારિત રિટેઈલ ફુગાવાનો આંકડો આજે જારી થયો હતો. ઓગસ્ટ મહિનામાં રિટેઈલ ફુગાવો ૩.૩૬ ટકા થઇ ગયો છે. ઊંચી ખાદ્યાન્ન ચીજવસ્તુઓના કારણે રિટેઈલ ફુગાવાનો આંકડો ઊંચી સપાટીએ પહોંચ્યો છે. જૂલાઈ મહિનામાં આ આંકડો ૨.૩૬ ટકા હતો. હવે ૩.૩૬ ટકા થઇ ગયો છે. રિટેઈલ ફુગાવો ઓગસ્ટ મહિનામાં પણ સતત વધ્યો છે. જીએસટીના પરિણામ સ્વરૂપે કેટલીક ચીજવસ્તુઓ ઉપર સીધી અસર થઇ છે. જુલાઈ મહિનામાં ૨.૩૬ ટકા સુધી ઘટીને નીચે પહોંચી ગયો હતો. એક વર્ષ અગાઉ ઓગસ્ટ મહિનામાં રિટેઈલ ફુગાવો ૫.૦૫ ટકા હતો. માસિક રિટેઈલ રસોડાની ચીજવસ્તુઓની કિંમતોમાં ફેરફારની બાબતને કન્ઝયુમર પ્રાઇઝ ફુગાવો નક્કી કરે છે. આ આંકડામાં થોડાક સમય પહેલા સુધી સતત સુધારો થયો હતો પરંતુ ઓગસ્ટ મહિનામાં શાકભાજીની કિંમતોમાં વધારો થયો છે. શાકભાજીની કિંમતમાં ઓગસ્ટમાં ૬.૧૬ ટકાનો વધારો નોંધાઈ ગયો છે. જુલાઈ મહિનામાં તેમાં ૩.૦૫૭ ટકાનો ઘટાડો થયો હતો. જો કે, કઠોળની કિંમતમાં ૨૪.૪૩ ટકાનો ઘટાડો થયો છે. જુલાઈ મહિનામાં આ ઘટાડો ૨૪.૭૫ ટકાનો હતો. ઓગસ્ટ મહિનામાં હાઉસિંગ ઇન્ફ્લેશનનો આંકડો ૫.૫૮ ટકાનો રહ્યો છે જે જુલાઈ મહિનામાં ૪.૯૮ ટકા હતો. ફ્યુઅલ ફુગાવાનો આંકડો ઓગસ્ટ મહિનામાં ૪.૯૪ ટકા રહ્યો છે જે જુલાઈ મહિનામાં ૪.૮૪ ટકા હતો. આ ઉપરાંત ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવાના આંકડા ઓગસ્ટ મહિના માટે ગુરૂવારના દિવસે ૧૪મી સપ્ટેમ્બરે જારી થશે. હોલસેલ આધારિત ફુગાવો જૂલાઈ મહિનામાં ૧.૮૮ ટકા થયો હતો. કારણ કે, જીએસટી વ્યવસ્થા અમલી બન્યાના પ્રથમ મહિનામાં કેટલીક કોમોડિટીની કિંમતોમાં ઉલ્લેખનીય વધારો થયો હતો. જૂન ૨૦૧૭માં ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવો ૦.૯૦ ટકા હતો. જ્યારે જુલાઈ ૨૦૧૬માં આ આંકડો ૦.૬૩ ટકાનો હતો.
કેન્દ્ર સરકારના કર્મીઓ માટે ડીએમાં ૪થી ૫ ટકાના વધારાની ભલામણ
નવીદિલ્હી, તા. ૧૨
કેન્દ્ર સરકારના કર્મચારીઓને તહેવારની સિઝન પહેલા મોટી રાહત મળી ગઇ છે. કારણ કે, કેન્દ્રીય કેબિનેટે આજે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વધારાના ૪થી ૫ ટકા મોંઘવારી ભથ્થાને લીલીઝંડી આપી દીધી હતી. ૪થી ૫ વધારાના ડીએને મંજૂરી આપવામાં આવ્યા બાદ આનો સીધો લાભ મોટી સંખ્યામાં કર્મચારીઓને મળનાર છે. લાખો કર્મચારીઓને આનો સીધો લાભ થશે. ખાનગી સેક્ટરના કર્મચારીઓ માટે ગ્રેજ્યુએટી મર્યાદાને સુધારવા સંસદમાં પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી બિલ રજૂ કરવામાં આવી ચૂક્યું છે. કેન્દ્રીય કેબિનેટની આજે મહત્વપૂર્ણ બેઠક મળી હતી. નરેન્દ્ર મોદી સરકારે ત્રીજી સપ્ટેમ્બરના દિવસે કેન્દ્રીય કેબિનેટમાં ફેરફાર કર્યા બાદ આ પ્રથમ બેટિંગ હતી. આ બેઠકમાં બીએસએનએલના મોબાઇલ ટાવર સંપત્તિના સંદર્ભમાં ધ્યાન આપવા માટે એક અલગ કંપનીની રચના કરવાને મંજુરી આપી હતી. અન્ય કેટલીક મહત્વપૂર્ણ મંજૂરીઓ પણ આજે આપવામાં આવી હતી. કેબિનેટે ડેરી પ્રોસેસિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ ફંડ સ્કીમ અને નેશનલ હાઈવે-૧૬ને છ લેનમાં કરવાની મંજૂરી આપી હતી. કેન્દ્રીય કેબિનેટની બેઠક આજે મળી હતી. તેમાં આ નિર્ણયો કરવામાં આવ્યા હતા. ડીએમાં આપવામાં આવેલી મંજૂરીને પહેલી જુલાઈ ૨૦૧૭થી તમામ કર્મચારીઓ માટે અમલી કરી દેવામાં આવશે. કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને લાભ આપવા આને મંજૂરી આપી હતી. એકબાજુ કેન્દ્ર સરકારના કર્મચારીઓને વધારાના એક ટકા ડીએની ચૂકવણી કરાશે. જ્યારે પેન્શનરોને મોંઘવારી રાહત આપવામાં આવશે. પહેલી જુલાઈના દિવસથી આને અમલી કરવામાં આવનાર છે. ૫૦ લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને ૬૧ લાખ પેન્શનરોને સીધો લાભ મળશે. ડીએના વધારાના ઇન્સ્ટોલમેન્ટને જારી કરવાની બાબત બેઝિક પગાર, પેન્શનમાં પ્રવર્તમાન ચાર ટકાના રેટ ઉપર રહેશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ હજુ પણ ૨૧૦૦૦ રૂપિયાના લઘુત્તમ પગારમાં તેમના વધારાની રાહ જોઈ રહ્યા છે જે હાલમાં ૧૮૦૦૦ રૂપિયા છે. આ અંગે કેબિનેટે હજુ સુધી નિર્ણય કર્યો નથી. આ બે નિર્ણયોના પરિણામ સ્વરૂપે તિજોરી ઉપર વધારે બોજ પડશે.