નવી દિલ્હી, તા.૩૦
ભારતીય ટીમ માટે હવે લય પ્રાપ્ત કરી ચૂકેલા ઓસ્ટ્રેલિયાને હરાવવું આસાન નહીં હોય પણ આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય ટીમ કાલે પાંચમી અને અંતિમ વન-ડે જીતી સિરીઝ ૪-૧થી જીતવાના ઈરાદા સાથે ઉતરશે ભારત સિરીઝ પહેલાં જ જીતી ચૂક્યું છે જો કે ચોથી વન-ડેમાં પરાજયથી તેની નવ મેચોની જીતની પરંપરા તૂટી ગઈ ભારતના ત્રણ બોલર મો.શમી, ઉમેશ યાદવ અને અક્ષર પટેલ પહેલીવાર ઘણા મોંઘા સાબિત થયા પણ ભારતની હાર માટે ફક્ત બોલરો જ જવાબદાર નથી કોહલીએ પોતાના બોલરોનો બચાવ કર્યો છે પણ કહ્યું કે, બેટ્‌સમેનો સારું પ્રદર્શન કરી શકતા હતા. કોહલી જો કાલની મેચમાં પણ રિઝર્વ બોલરોને તક આપશે તો કોઈ અચરજની વાત નથી કોહલીએ કહ્યું કે, અમે સિરીઝ જીતી લીધી છે અને દરેક ખેલાડીને તક તો આપવાની જ છે અમારે રિઝર્વ ખેલાડીઓને પણ અજમાવવા પડશે બેટિંગમાં કે. એલ રાહુલને તક મળી શકે છે કારણ કે તે એકમાત્ર બેટ્‌સમેન છે જેને હજી સુધી સિરીઝમાં એકપણ મેચ રમવાની તક મળી નથી. ટીમ મેનેજમેન્ટે આ મેચ માટે પોતાની રણનીતિ પર પુનર્વિચાર કરવો પડશે કારણ કે બન્ને ટીમો ટવેન્ટી-ર૦ સિરીઝમાં જીત સાથે ઉતરવા માંગશે.