(એજન્સી) તા.૭
મેલબોર્નનો એક કિશોર શનિવારે જ્યારે બ્રાઈટનના ડેન્ડી સ્ટ્રીટ બીચ પરથી જ્યારે નીકળ્યો ત્યારે નાનકડા દરિયાઈ જીવોના કારણે તેનો પગ લોહી-લુહાણ હતો. ૧૬ વર્ષીય સેમ કનીઝે તેના પગરખા પહેરવા ગયો ત્યારે તેને જાણ થઈ કે આ નાનકડા જીવોએ તેની ચામડી ખોતરીને તેના પગના માંસની મજા માણી છે. સેમનું લોહી વહેવાનું ન રોકાતા તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં કોઈપણ આ ઘટનાનું રહસ્ય સમજી શક્યું ન હતું. હોસ્પિટલ દ્વારા એક વિશેષજ્ઞોને ફોન કરવામાં આવ્યા હતા પરંતુ દરેક વ્યક્તિ આ જીવની ઓળખ કરવામાં નિષ્ફળ ગઈ હતી. યુનિવર્સિટી ઓફ સાઉથ વેલ્સ મરીનના તજજ્ઞો હાલ આ બનાવની તપાસ કરી રહ્યા છે. ઘટનાની બીજી રાત્રે સેમ માંસના ટુકડા સાથે ફરી એ દરિયા કિનારે ગયો અને માંસના ટુકડાવાળી જાળ દરિયામાંથી બહાર કાઢી ત્યારે જાળમાં એ જ પ્રકારના જીવ હાજર હતા. આ પરથી સાબિત થાય છે કે આ નાનકડા જીવ માંસના શોખિન છે.