Sports

સિડની ટેસ્ટમાં ભારતની મજબૂત પકડ ઓસ્ટ્રેલિયા પર ફોેલોઓનનો ખતરો

સિડની, તા.પ
કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ સિડનીની સપાટ પિચ પર શનિવારે પોતાના કાંડાનો કમાલ બતાવતા ભારતે ચોથી અને અંતિમ ટેસ્ટ વરસાદના વિઘ્નવાળા ત્રીજા દિવસે પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ઓસ્ટ્રેલિયા જ્યારે ૬ વિકેટે ર૩૬ રન બનાવી ફેલોઓન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું ત્યારે ત્રીજા સેશનમાં વરસાદ તેના બચાવમાં આવ્યો ત્યારબાદ આગળની રમત રમાઈ શકી નહીં. ભારત હજુ પણ ઓસ્ટ્રલિયાથી ૩૮૬ રન આગળ છે. ભારતે પોતાની પ્રથમ ઈનિંગ ૭ વિકેટે ૬રર રન બનાવી ડિકલેર કરી હતી. વરસાદના કારણે ત્રીજા દિવસે લગભગ ૧૬ ઓવરની રમત રમાઈ નહીં અને હવે ચોથા દિવસે રમત અડધો કલાક વહેલી શરૂ થશે. હવે જોવાનું એ છે કે હેન્ડ કોમ્બ(અણનમ ર૮) અને કમિન્સ (અણનમ રપ) ઓસ્ટ્રેલિયાના સંઘર્ષને ક્યાં સુધી ખેંચે છે. આ બંને વચ્ચે સાતમી વિકેટ માટે ૩૮ રનની ભાગીદારી થઈ છે. ભારત માટે કુલદીપે ત્રણ, જાડેજાએ બે અને મો.શમીએ એક વિકેટ ઝડપી.