(એજન્સી) કેનબેરા, તા.૨૯
ઓસ્ટ્રેલિયા રવિવારથી જાહેર સ્થળો પર સંપૂર્ણ ઈસ્લામિક પરિધાનો તેમજ ચહેરાને ઢાંકતા પરિધાનો પહેરવા પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયન સરકારે આ અંગે જણાવ્યું કે, આ પ્રતિબંધમાં અમુક છૂટછાટ આપવામાં આવી છે.જેમ કે, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રંગલાનો વેશ, કામના સ્થળે મેડિકલ માસ્ક પહેરવાની છૂટ આપવામાં આવી છે. તેમજ ઠંડા વાતાવરણમાં પણ શરીરને ઢાંકી શકે છે. સમાજમાં દરેક સમાન દેખાઈ આવે તે હેતુથી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમનો ભંગ કરનારને ૧૫૦ યુરોનો દંડ થશે. વિએન્નાએ જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયન વસ્તી અને અન્ય દેશોમાંથી આવેલા લોકો વચ્ચે એકતા સ્થાપવા માટે ઓસ્ટ્રેલિયન મૂલ્યોનું મહત્ત્વ જાળવવુ અને અપનાવવા જરૂરી છે. આ પ્રકારનો નિયમ અન્ય યુરોપિયન દેશોમાં પણ લાગૂ કરવામાં આવશે. સેન્ટ્રિસ્ટ સરકારના વિઘાનસભ્ય ચાન્સેલર ક્રિશ્ટન કેર્ન દ્વારા આ કાયદો ઘડવામાં આવ્યો છે. તદુપરાંત પહેલી ઓક્ટોબરથી પ્રવાસીઓએ એકીકરણ કરાર પર હસ્તાક્ષર તેમજ જર્મન ભાષા અને મૂલ્યોમાં જ કોર્સ ભણવાને ફરિજ્યાત બનાવવા જેવા અન્ય નિયમો લાગૂ કરવામાં આવશે.